શું તમે ક્યારેય ગુલાબ જામુન સમોસા જોયા છે? સોશિયલ મીડિયા પર રેસીપીનો વીડિયો વાયરલ

શું તમે ક્યારેય ગુલાબ જામુન સમોસા જોયા છે? સોશિયલ મીડિયા પર રેસીપીનો વીડિયો વાયરલ
Viral Video of a Gulab Jamun Samosa

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં સમોસાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 29, 2021 | 7:57 PM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી અવનવી વાનગીઓના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આ વીડિયો જોઈને કેટલીકવાર લોકોને ગુસ્સો આવે છે કારણ કે આ વીડિયોમાં ફૂડ સાથે જે અવનવા પ્રયોગો કરવામાં આવે છે તે વિચિત્ર હોય છે. તમે ચોકલેટ મેગી, બ્લેક ઈડલી, મેગી મિલ્ક શેક, રસગુલ્લા બિરયાની વગેરેના વીડિયો તો જોયા જ હશે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લેટેસ્ટ છે.

ભારતનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે સમોસા, દેશમાં એવું કોઈ નહીં હોય જેમણે સમોસા ન ખાધા હોય. સમોસા એક એવી વાનગી છે જે ભારતમાં બધા જ રાજ્યોમાં મળે છે બસ એને બનાવવાની રીત અલગ અલગ હોય શકે છે. ભારતીય મીઠાઈની દુકાનો માટે સમોસા જેવા નાસ્તાની સાથે મીઠાઈઓનું વેચાણ કરવું અસામાન્ય નથી. જો કે શું તમે ક્યારેય કોઈને બંનેને મિશ્રિત કરતા જોયા છે?

હાલમાં આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક દુકાનદારે ગુલાબ જામુન સમોસા વેચવાનું શરૂ કર્યું છે અને લોકોને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે, કારણ કે સામાન્ય રીતે સમોસાની અંદર બટાકાનો મસાલો જોવા મળે છે અથવા સ્ટફિંગમાં ચીઝ, શાકભાજી, પનીર વગેરે વપરાતું હોય છે.

જ્યારે ગરમ સમોસાની વાત આવે છે, ત્યારે લોકોને ક્રિસ્પી મેંદાના પડની અંદર ગરમ તીખો બટાકાનો મસાલો યાદ આવે છે, પરંતુ જો તેમાં બટાકાનો મસાલો ભરવાની જગ્યાએ ગુલાબ જામુન ભરવામાં આવે તો? હમણાં, ધ ફૂડી હેટના એક ફૂડ બ્લોગરે તાજેતરમાં આ પ્રયાસ કર્યો, ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુકાનદારે સમોસા માટેની રોટલી વણી અને તેમાં બટેટાના મસાલાની જગ્યાએ ગુલાબ જામુન ભર્યુ અને અંતમાં તેને ડીપ ફ્રાય કરી દીધુ.

જોકે બ્લોગરે જણાવ્યું ન હતું કે તેને આ વિચિત્ર વાનગી ક્યાંથી મળી છે, પરંતુ લોકોએ તેને સોશિયલ મીડિયા પર આવો વીડિયો બતાવવા બદલ બહાદુર ગણાવ્યો હતો અને સ્થળ જાહેર ન કરવા બદલ આભાર માન્યો હતો. જોકે કેટલાક લોકોને તે વિચિત્ર લાગી શકે છે. મીઠા સમોસાનો ખ્યાલ નવો નથી. આપણે અગાઉ ચોકલેટ સમોસા પાવ, ઓરિયો આઈસ્ક્રીમ સમોસા પણ જોયા છે.

આ પણ વાંચો –

Surat: સિવિલ હોસ્પિટલની મેડિસિનની ઓપીડીમાં હોબાળો, દર્દી અને તેની પત્નીએ સર્વન્ટનો કોલર પકડી લાફો ઝીંક્યો

આ પણ વાંચો –

GANDHINAGAR : 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું : ગૃહપ્રધાન અમિત શાહ

આ પણ વાંચો –

Gandhinagar: ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં, વિકાસમાં કોઈ વિવાદ નહીં’ એ જ આપણો ધ્યેય મંત્ર, ‘ગુડ ગવર્નન્સ ડે’ની ઉજવણીમાં CMનું નિવેદન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati