ચમત્કાર: અંતિમ સંસ્કાર થાય તે પહેલા જ જીવતો થયો આ વ્યક્તિ ! સ્મશાનમાં આવેલા લોકોના હોંશ ઉડી ગયા

ચમત્કાર: અંતિમ સંસ્કાર થાય તે પહેલા જ જીવતો થયો આ વ્યક્તિ ! સ્મશાનમાં આવેલા લોકોના હોંશ ઉડી ગયા
person alive before the funeral

હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ અંતિમ સંસ્કારના થોડા સમય પહેલા જ જીવતો થાય છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 29, 2021 | 9:03 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈનો કોઈ વીડિયો વાયરલ (Viral) થતો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)  પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિને સ્મશાનમાં અંતિમ સંસ્કાર (Funeral) માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

કફન ખોલતા જ કંઈક આવુ થયુ…!

દિલ્હીના નરેલા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ટિકરી ખુર્દ ગામના સતીશ ભારદ્વાજ (Satish Bhardwaj) નામના 62 વર્ષીય વ્યક્તિના પરિવારે દાવો કર્યો હતો કે તેનું આજે સવારે મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચારથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ વૃદ્ધના મૃતદેહના અગ્નિસંસ્કારની તૈયારી કરવા લાગ્યા હતા, પરંતુ સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યા પછી તેનું કફન જ્યારે ખોલવામાં આવ્યુ હતુ, ત્યારે તેઓ જીવિત હતા.આ દિલધડક દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મળતા અહેવાલ મુજબ જ્યારે કફન હટાવવામાં આવ્યુ ત્યારે વૃદ્ધના શ્વાસ ચાલી રહ્યા હતા, આ જોઈને આસપાસના લોકો પણ ચોંકી ગયા. બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે આ વૃદ્ધ માણસનું BP તપાસવામાં આવ્યુ, હદયના ધબકારા બધુ નોર્મલ હોવાનું તપાસમાં સામે આવ્યુ. તમને જણાવી દઈએ કે હાલ આ વ્યક્તિને રાજા હરિચંદ્ર હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિના નસીબની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : શું ખરેખર લોકશાહી છે ? પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપતા મુખિયાએ એક વ્યકિતના કાન કાપી નાખ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati