AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ‘પુષ્પા’ ફિલ્મના સોંગ પર મરઘીએ માર્યા ઠુમકા, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

હાલમાં મરઘીનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મરઘી જે રીતે ડાન્સ કરી રહી છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video: 'પુષ્પા' ફિલ્મના સોંગ પર મરઘીએ માર્યા ઠુમકા, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Hen dance video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:50 PM
Share

Funny Video: સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ 17 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ‘પુષ્પા’ ફિલ્મના (Pushpa Movie) સોંગ પર યુઝર્સ ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં એક મરઘી (Hen Dance) પણ આ ફિલ્મના રંગમાં રંગાઈ હોય તેવુ લાગી રહ્યું છે. આ મરઘીનો ડાન્સ જોઈને તમને પણ હસવુ આવશે.

મરઘીનો ડાન્સ જોઈને લોકો મંત્રમુગ્ધ થયા

સામાન્ય રીતે મરઘીનું નામ સાંભળતા જ મનમાં કૂકડુ કુ…નો અવાજ સંભળાવા લાગે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આ મરઘી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના સોંગ’તેરી ઝલક અશરફી શ્રીવલ્લી…’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મરઘી આંગણામાં મસ્તી કરી રહ્યી છે અને પછી અચાનક ‘શ્રીવલ્લી’ સોંગ વાગતા જ એ ડાન્સ કરવાનુ શરૂ કરે છે. મરઘીના ડાન્સ સ્ટેપ્સ જોઈને લાગે છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોટી ફેન છે.

જુઓ વીડિયો

મરઘીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી comedynation.teb નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સને મરઘીનો આ ડાન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મરઘીએ હુબહુ કોપી કરી છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો.’આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : આ વ્યક્તિએ પાન સાથે બનાવ્યુ અનોખુ મિલ્ક શેક, જોઈને યુઝર્સ કહ્યુ ” પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે”

Follow Us
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">