Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષી અને પ્રાણી સંબધિત વીડિયો (Birds Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થતા હોય છે. તાજેતરમાં આવો જ એક મરઘીનો વીડિયો (Hen Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જેમાં જે રીતે મરઘીનો જન્મ દિવસ ઉજવવામાં (Hen Birthday) આવી રહ્યો છે.તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જાશો.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતીએ તેની મરઘી માટે બર્થડે પાર્ટીનું (Hen Birthday Party) આયોજન કર્યું છે. નવાઈની વાત તો એ છે કે આ બર્થ-ડે પાર્ટીમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ નહીં પરંતુ આસપાસના લોકો પણ હાજર રહ્યા હતા.આ મરઘીનો જન્મ દિવસ એ રીતે ઉજવવામાં આવ્યો કે જાણે કોઈ નાના બાળકનો જન્મ દિવસ હોય.મરઘી માટે એક મોટી કેક પણ રાખવામાં આવી છે.આ અનોખી બર્થડે પાર્ટી જોઈને તમને પણ હસવુ આવશે.
View this post on Instagram
આ વીડિયો જોયા પછી તમને એવું નહીં લાગે કે આ કોઈ મરઘીની બર્થડે પાર્ટી છે, પરંતુ એવુ લાગશે કે કોઈ બાળકનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી tube.Indian દ્વારા શેર કરવામાં આવ્યો છે.
યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે મરઘીનો જન્મ દિવસ કોણ ઉજવે…? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, અનોખી બર્થડે પાર્ટી જોઈને હેરાન છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral: ખાલી ડ્રમથી વોશિંગ મશીન પણ બનાવી શકાય આવું મગજ તો કોનું ચાલે? જૂઓ જબરદસ્ત જુગાડ વીડિયો
આ પણ વાંચો : Ajag-gajab: અગ્નિસંસ્કાર બાદ બાકી રહી ગયેલી રાખનો સૂપ બનાવીને પીવે છે લોકો, જાણો શું છે કારણ?