પોતાના જ લગ્નના વરઘોડામાં વરરાજાએ લગાવ્યા જોરદાર ઠુમકા, વિચિત્ર સ્ટેપ્સવાળા ડાન્સનો વીડિયો થયો વાયરલ
Viral Video : કેટલાક લોકો તો એવા એવા વિચિત્ર ડાન્સ સ્ટેપ કરતા હોય છે જે તમે પહેલા જોયા જ નહીં હોય. આ બધામાં ભારતમાં લગ્ન દરમિયાન થતો નાગિન ડાન્સ પણ ઘણો લોકપ્રિય છે. લગભગ દરેક લગ્નમાં આ નાગિન ડાન્સ સ્ટેપ થતા જ હોય છે.

ભારતમાં લગ્ન સમયે થતો ડાન્સ વિશ્વ વિખ્યાત છે. વરઘોડામાં અને લગ્નના એક દિવસ પહેલા સંગીતના કાર્યક્રમાં લોકો જોરદાર ડાન્સ કરતા હોય છે. કેટલાક લોકો તો એવા એવા વિચિત્ર ડાન્સ સ્ટેપ કરતા હોય છે જે તમે પહેલા જોયા જ નહીં હોય. આ બધામાં ભારતમાં લગ્ન દરમિયાન થતો નાગિન ડાન્સ પણ ઘણો લોકપ્રિય છે. લગભગ દરેક લગ્નમાં આ નાગિન ડાન્સ સ્ટેપ થતા જ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વરઘોડામાં વરરાજાના ડાન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક ગામના દ્રશ્યો જોઈ શકાય છે. ગામમાં એક લગ્નનો વરઘોડો નીકળ્યો છે. તેના માટે ઘણા જાનૈયાઓ તૈયાર થઈને આવ્યા છે. બેન્ડ બાજા પણ તૈયાર છે. આ બધામાં સૌથી વધારે ખુશ વરરાજા છે. બેન્ડ બાજા પર સંગીત ચાલુ થતા જ વરરાજા પોતાની અંદરની ખુશીનું પ્રદર્શન ડાન્સ દ્વારા કરવા લાગે છે. આ 12 સેકેન્ડના વાયરલ વીડિયોમાં તે એવા વિચિત્ર સ્ટેપસ કરે છે કે વરઘોડામાં હાજર લોકો પણ ચોંકી જાય છે. તે જે રીતે કમરથી ઠુમકા મારીને નાચી રહ્યો છે કે કદાચ કોઈ પુરુષ આ રીતે નાચી શકે. વરરાજાનો ડાન્સ જોઈ મહિલાઓ હસતી પણ જોવા મળી રહી છે.
વરરાજાના રમૂજી ડાન્સનો વાયરલ વીડિયો
ऐसे कौन नाचता है अपनी शादी में यार😂 pic.twitter.com/OE0kfRGROa
— Jaiky Yadav (@JaikyYadav16) October 29, 2022
આ વિચિત્ર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JaikyYadav16 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે , આવી રીતે પોતાના લગ્નમાં કોણ નાચે ભાઈ ? સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લાગે છે લગ્ન માટે વરરાજા વર્ષોથી રાહ જોતો હતો. અન્ય એક યુઝરે પોતાના મિત્રને ટેગ કરીને લખ્યુ છે કે , મારો આ મિત્ર તેના લગ્નના વરઘોડામાં આજ રીતે નાચશે.