AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિત્તાએ હરણ પર કર્યો હુમલો તો બચાવા આવી ગયુ વાંદારાઓનું ઝુંડ, જંગલમાં મચેલી ધમાલનો વીડિયો થયો વાયરલ

Viral Video : શિકારી પ્રાણીઓની ઝડપ અને ચાલાકીને કારણે શાકાહારી પ્રાણીઓ તેમનું ભોજન બની જતા હોય છે. હાલમાં જંગલમાં થયેલા એક શિકારનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

ચિત્તાએ હરણ પર કર્યો હુમલો તો બચાવા આવી ગયુ વાંદારાઓનું ઝુંડ, જંગલમાં મચેલી ધમાલનો વીડિયો થયો વાયરલ
Shocking Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 6:13 PM
Share

જંગલ સફારી દ્વારા સુંદર જંગલના નજારા માણવાની મજા કંઈક અલગ હોય છે પણ આ દરમિયાન કેટલીક સાવધાની રાખવી પણ જરુરી છે. કારણે કે જંગલમાં 24 કલાક જીવનું જોખમ હોય છે. જંગલમાં દરેક પ્રાણી રોજ જીવતા રહેવા માટે સંઘર્ષ કરતો હોય છે. શિકારી પ્રાણી પોતાના ચાલાક મગજથી નાના પ્રાણીઓના શિકારની યોજના બનાવતો હોય છે, જ્યારે શાકાહારી પ્રાણી ભોજનની શોધ સાથે પોતાના પરિવારની રક્ષા માટે ચારે બાજુ નજર રાખતા હોય છે પણ શિકારી પ્રાણીઓની ઝડપ અને ચાલાકીને કારણે શાકાહારી પ્રાણીઓ તેમનું ભોજન બની જતા હોય છે. હાલમાં જંગલમાં થયેલા એક શિકારનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો એક જંગલ સફારીની સફર દરમિયાન લેવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે એક મોટા ઝાડ નીચે વાંદરાઓના એક ઝુંડ સાથે હરણ જેવા પ્રાણીઓને પણ જોઈ શકો છે. મોટાભાગના વાંદરોઓની નજર ઝાડની ઉપર છુપાઈને બેઠેલા ચિત્તા પર છે. વીડિયોમાં તમે ધ્યાનથી જોશો તો ઝાડ પર ચિત્તાની પૂછડી જોઈ શકાય છે. આ વાતથી અજાણ એક હરણ તે ઝાડ પાસે ભોજનની શોધમાં આવે છે. વાંદારાઓ અવાજ કરીને તેને ત્યાથી દૂર જવા ચેતવે પણ છે પણ ભોજનની શોધમાં આવેલું હરણ થોડી જ વારમાં ચિત્તાનું ભોજન બનવાનું હતુ.

યોગ્ય તક જોઈને તે ઝાડ પર છુપાયેલો ચિત્તો મોટો કૂદકો મારીને તે હરણનો શિકાર કરે છે. તે દરમિયાન વાંદરાઓનું ઝુંડ તે હરણને બચાવવા માટે તેમની આગળ પાછળ કૂદવા માંડે છે. વાંદરાઓ એવી ધમાલ મચાવે છે જે તમે જંગલમાં ભાગ્યે જ જોઈ હશે. પણ શિકારી પ્રાણી ચિત્તા સામે તેઓ નિષ્ફળ જાય છે. ચિત્તો તે હરણનો શિકાર કરવામાં સફળ થાય છે.

આ રહ્યો જંગલમાં મચેલી ધમાલનો વીડિયો

આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો કયા દેશના જંગલનો છે તે જાણવા નથી મળ્યુ પણ સોશિયલ મીડિયા યુઝર્સે જંગલના આવા દ્રશ્યો ભાગ્યે જ પહેલા જોયા હશે.

Follow Us
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
g clip-path="url(#clip0_868_265)">