વ્યક્તિએ મિત્રને લગ્નમાં આપી એવી ભેટ કે વીડિયો જોઈ લોકો બોલ્યા હવે વરરાજાને જીવનભર કમાવવાની જરુર નહીં

અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે વીડિયોમાં વરરાજાના મિત્રએ સ્ટેજ પર બેઠેલા દંપતી સાથે એવી મજાક કરી હતી. જેને જોઈને તમને પણ હસવુ આવશે.

વ્યક્તિએ મિત્રને લગ્નમાં આપી એવી ભેટ કે વીડિયો જોઈ લોકો બોલ્યા હવે વરરાજાને જીવનભર કમાવવાની જરુર નહીં
સાંકેતિક તસ્વીર


સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ રમુજી વીડિયો જોવા મળે છે. જે જોયા પછી ઘણી વખત તમને આશ્ચર્ય થાય છે, જ્યારે કેટલીકવાર કેટલાક વીડિયો એવા પણ સામે આવે છે જેને જોઈને આપણે હાસ્ય રોકી શકતા નથી. તાજેતરના સમયમાં આવો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બધા જાણીએ છીએ કે વરરાજાના મિત્રો કોઈપણ લગ્નમાં સૌથી વધુ મસ્તી કરે છે.

 

અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, વીડિયોમાં વરરાજાના મિત્રએ સ્ટેજ પર બેઠેલા દંપતી સાથે એવી મજાક કરી હતી. જેને જોઈને તમને પણ હસવુ આવશે.  વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર અને કન્યા આરામથી બેઠા છે. આવી સ્થિતિમાં પાછળ ઉભેલો મિત્ર વરરાજા સાથે મસ્તી કરી રહ્યો છે. તે બંનેના માથા પર એક -એક સિક્કો મૂકે છે અને હસતા -હસતા કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. વર અને કન્યાને હજુ પણ ખબર નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. અંતે તે વ્યક્તિ વરરાજાના હાથમાં બંને સિક્કા મૂકે છે.

 

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઘણા લોકોએ આ અંગે રમૂજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે કહ્યું કે હવે વરરાજાને આ રકમ માટે કમાવવાની જરૂર નથી. બીજી બાજુ અન્ય એક યુઝરે લખ્યું કે વરરાજાએ તેના લગ્નમાં પણ આવી જ મજાક કરી હશે. તેથી જ તે વ્યક્તિ બદલો લઈ રહ્યો છે.

 

આ સાથે ઘણા યૂઝર્સે તેના પર રમૂજી ટિપ્પણીઓ કરી, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે, જેને Satyapal Singh Satyapalએ શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે આ ભાઈએ તો હનીમૂનનું આખું પેકેજ ભેટ આપ્યું છે.આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

 

આ પણ વાંચોHeavy Driver: દીદીએ દબાવવાની હતી બ્રેક, પણ આપી દીધુ એક્સિલરેટર અને પછી જે થયુ તમે પણ હસીને લોટપોટ થઈ જશો, જુઓ Viral Video

 

આ પણ વાંચોઅફઘાનિસ્તાનની મહિલાઓનો વીડિયો વાયરલ, આ વીડિયો જોઈ લોકો થઇ રહ્યા છે ઉદાસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati