ડાન્સ કરતા કરતા વસ્ત્રને કારણે શરમમાં મૂકાઈ છોકરી, આગળ શું થયું એ તમે પોતે જ જોઈ લો – જુઓ વીડિયો
આજકાલ સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે પરંતુ ડાન્સ દરમિયાન જ તેનો ઘાઘરો ખૂલી જાય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી સ્ટેજ પર ‘આઝાદ’ ફિલ્મના એક સુપરહિટ સોન્ગ ‘ઉઈ અમ્મા’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ડાન્સ દરમિયાન અચાનક તેના ઘાઘરાની પિન નીકળી જાય છે પરંતુ છોકરી આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે, તે જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યું છે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરીનો ઘાઘરો ખૂલી જાય છે પરંતુ તે ગભરાયા વિના તરત જ એક હાથે તે ઘાઘરાને પકડી લે છે. આ પછી પણ તે એક હાથે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પર્ફોર્મન્સ ચાલુ રાખે છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોશો કે, છોકરીએ પોતાના ડ્રેસને એટલી સુંદર રીતે મેનેજ કર્યો કે કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે તેની સાથે ‘Uff Moment’ થઈ ગયો. આ વીડિયો પર નેટીઝન્સ ટિપ્પણી કરી રહ્યા છે અને છોકરીના આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.
છોકરીએ લોકોના દિલ જીતી લીધા
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @gk_world_1000 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી, જો તેની જગ્યાએ કોઈ બીજું હોત, તો તેણે શરમથી નાચવાનું બંધ કરી દીધું હોત પરંતુ આ છોકરીએ પોતાની પ્રતિભામાં વિશ્વાસ રાખ્યો અને લોકોના દિલ જીતી લીધા.
બીજા યુઝરે કહ્યું, આને દબાણમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું તેવું કહેવાય. અન્ય યુઝરે લખ્યું, ખૂબ જ સારો પ્રયાસ બહેન! વધુમાં બીજા એક યુઝરે કોમેન્ટ કરી કે, તમે મુશ્કેલ પરિસ્થિતિને કેટલી સારી રીતે સંભાળી શકો છો.
