TikTok પર વીડિયો બનાવી રહી હતી છોકરી, બિલાડીએ આવીને મારી દીધી થપ્પડ, લોકો બોલ્યા ‘તમે આના જ લાયક છો’

TV9 GUJARATI

|

Updated on: Oct 03, 2021 | 1:58 PM

વીડિયો શેયર થવાના થોડા જ સમયમા આ વીડિયો વાયરલ થઇ ગયો. આ વીડિયોને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તેમના પ્રતિભાવો પણ આપી રહ્યા છે.

TikTok પર વીડિયો બનાવી રહી હતી છોકરી, બિલાડીએ આવીને મારી દીધી થપ્પડ, લોકો બોલ્યા 'તમે આના જ લાયક છો'
Girl wanted to show talent on TikTok then something happened that will leave you laughing

Follow us on

ઇન્ટરનેટની દુનિયા પણ ઘણી કમાલની હોય છે. લોકો પ્રખ્યાત થવા માટે શું ને શું કરતા હોય છે. જોકે કેટલીક વાર યૂઝર્સ દ્વારા વીડિયો બનાવતી વખતે કઇંક એવુ થઇ જાય છે જેને જોયા પછી તમે તમારી હસી પર કન્ટ્રોલ નથી કરી શક્તા. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે આ વીડિયોમાં એવું તો શું છે ?

સોશિયલ મીડિયાની દુનિયામાં કેટલાક રમૂજી વીડિયોઝ (Funny Video) ઘણીવાર વાયરલ થાય છે. જે જોયા પછી તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું પસંદ કરો છો. અત્યારે ટ્વિટર પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. આમાં, એક છોકરી તેના ટિકટોક એકાઉન્ટ માટે વીડિયો બનાવવા માંગતી હતી, પરંતુ એક બિલાડી તેની બધી મહેનત પર પાણી ફેરવી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી છોકરીને કેમેરાથી દૂર ભગાડવા માટે તેના પંજાથી તેને થપ્પડ મારી આપે છે. આ વીડિયો માત્ર થોડી સેકન્ડનો જ છે, પરંતુ બિલાડી અને છોકરીની પ્રતિક્રિયા જોયા પછી તમે પણ હસતા રહી જશો.

વીડિયો જોયા પછી, તમે પણ વિચારતા હશો કે બિલાડીએ બિચારી છોકરીનો આખો મૂડ બગાડી નાખ્યો. જેટલી ખુશીથી તે કેમેરા વડે ટિકટોક વીડિયો બનાવવાની કોશિશ કરી રહી હતી એટલી જ ઝડપથી બિલાડીએ તેના પર પાણી ફેરવી દીધુ. આ ફની વીડિયો લાર્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેયર થવાના થોડા જ સમયમા આ વીડિયો વાયરલ થઇ ગયો. આ વીડિયો યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તેમના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી છે, ‘કિટી કિટી કિટી, આ મારો શો છે અને તમે અહીં શું કરી રહ્યા છો, અહીંથી નીકળો.’ તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે કે તમે આને લાયક છો.

આ પણ વાંચો –

NCB Drug Raids : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, બોલિવૂડ ડેબ્યૂ પહેલા આ વિવાદોનો પણ ભાગ રહી ચૂક્યો છે

આ પણ વાંચો –

Mumbai NCB Raid: બાપ આઈપીએલમાં વ્યસ્ત અને પુત્ર Drugs Partyમાં વ્યસ્ત, બોલીવુડ સુપરસ્ટારના પુત્ર આર્યનની વકીલાત કરવા વકીલો એનસીબી ઓફિસ પહોંચ્યા

આ પણ વાંચો –

OMG : લગ્નમાં ફોટોગ્રાફરને ભોજન ન મળતા, વરરાજાની સામે ફંક્શનના તમામ ફોટા delete કરી નાંખ્યા

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati