AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: વન વિભાગને અરજી મળી, મારા ઘરે એક વાઘણ છે તો તેની ઉપર કાર્યવાહી કરશો ?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': વન વિભાગને અરજી મળી, મારા ઘરે એક વાઘણ છે તો તેની ઉપર કાર્યવાહી કરશો ?
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:50 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

નટુભાઈ સાયન્સના એક સારા અને હોશિયાર શિક્ષક હતા પણ તેમને દારૂની કોથળી પીવાની એક કુટેવ હતી.

એક વખત કેમેસ્ટ્રીના કલાસમાં. નટુભાઈ શિક્ષક: સોડિયમ કાર્બોનેટની ફોર્મ્યુલા બોલ!

ભૂરો: નટુ કોથરી

જવાબ સાંભળતા જ નટુભાઈ સાહેબે ભૂરાને ફૂટપટ્ટીથી બરાબરનો ધોઈ નાખ્યો. વાત પ્રિન્સીપાલ સુધી ગઈ. પ્રિન્સિપાલ સાહેબે ભૂરાને પૂછ્યું કેમ શિક્ષકની મશ્કરી કરે છે ? ગુરુ તો દેવ સમાન હોય. નટુભાઈ સાહેબની માફી માંગ અથવા તો સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

ભૂરો: ના સાહેબ, મશ્કરી નથી કરતો. હું તો પ્રશ્નનો જવાબ આપતો હતો.

પ્રિન્સીપાલ: જવાબ ? કઈ રીતે ? સમજાવ….

ભૂરો: Na2Co3 ગુજરાતીમાં સહેલાઈથી યાદ રહે એટલે હું આ રીતે કહું છું….

“Na2Co3″= “નટુ કોથરી”

પ્રિન્સીપાલ સાહેબ ICU માં છે.

😄🤪😂😆🤣😅😝

…………………………………………………………………………….

એક છકડાવાળાના લગ્નની વિધિ ચાલુ હતી. 🚛

જ્યારે કન્યા તેની બાજુમાં બેઠી તો કહે…….

થોડા નજીક બેસો હજી એક સમાઈ જશે…..

કન્યા મંડપમાંથી ફરાર…..

😄😃😀😃😄

…………………………………………….

વન વિભાગને એક અરજી મળી કે : મારે ઘરે એક વાઘણ છે. તો તેની ઉપર કાર્યવાહી કરશો ?

વન વિભાગે લખ્યું : ગાંડા, જ્યારે લાવ્યો હતો ત્યારે વન વિભાગ પાસેથી NOC લીધી હતી ?

બકા એ જવાબ આપ્યો : પણ લાવ્યો ત્યારે તો ગાય હતી.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

આ પણ વાંચો –

IND vs SA: ભારતીય ટીમને Omicron Variant ના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકા મોકલવા BCCI તૈયારીઓમાં, સામે આવી આવી વાત

આ પણ વાંચો –

Video: ગુલામ નબી આઝાદે J&Kમાં આતંકવાદ વિરોધી ઓપરેશન પર કહ્યું, ‘આતંકવાદીઓને ઘેર્યા બાદ બે દિવસ રાહ જોવી જોઈએ’

g clip-path="url(#clip0_868_265)">