Natu Natu Song : જર્મન એમ્બેસેડરને લાગ્યો નાટુ-નાટુનો ચસ્કો, લાલ કિલ્લાની બહાર ડાન્સ કરતી વખતે ઓસ્કારમાં વિજયની કરી ઉજવણી

German Ambasssdor Dance On Natu Natu Song : ભારત અને ભૂટાનના જર્મન રાજદૂત ડો. ફિલિપ એકરમેન લાલ કિલ્લાની બહાર ડાન્સ કરીને ઓસ્કારમાં જીતેલા ગીત નાટુ-નાટુના જીતની ઉજવણી કરી.

Natu Natu Song : જર્મન એમ્બેસેડરને લાગ્યો નાટુ-નાટુનો ચસ્કો, લાલ કિલ્લાની બહાર ડાન્સ કરતી વખતે ઓસ્કારમાં વિજયની કરી ઉજવણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:00 AM

German Ambasssdor Dance On Natu Natu Song : એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત, રામ ચરણ, જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મ આરઆરઆરનું ગીત નાતુ નાતુએ દરેકને તેમની ધૂન પર આકર્ષિત કર્યા છે. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે, આ ગીત પરના ઘણા રીલ વીડિયો જોવા મળે છે. તે જ સમયે ઓસ્કાર જીત્યા પછી આ ગીતની વિશ્વ લોકપ્રિયતા વધુ વધી ગઈ છે.

આ પણ વાંચો : Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

આ ગીતને 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિઝિનલ ગીત માટેનો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. દરેક ભારતીય આ જીતની ઉજવણી કરી રહ્યો છે. જો કે ભારત અને ભૂટાનમાં જર્મનીના રાજદૂત ડો.ફિલિપ એકરમેને આ જીતની ઉજવણી અલગ રીતે કરી છે. તે કેટલાક લોકો સાથે લાલ કિલ્લાની બહાર નાટુ-નાટુ પર ડાન્સ કરતો જોવા મળ્યો છે.

ફિલિપ એકરમેને એક સુંદર વીડિયો શેર કર્યો છે

હાલમાં જ ડોક્ટર ફિલિપ એકરમેને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જે જૂની દિલ્હીની શેરીઓનો છે. આ વીડિયોમાં જામા મસ્જિદ, ચાંદની ચોક ગુરુદ્વારા, લાલ કિલ્લો, પરાંઠે વાલી ગલીની ઝલક જોવા મળી રહી છે. ફિલિપ રિક્ષા ચલાવતો જોવા મળે છે. ત્યાં એક જગ્યાએ તેની રિક્ષા ઉભી રહે છે.

રિક્ષામાંથી ઉતરીને તે એક દુકાન પર જાય છે અને કહે છે, “નમસ્કાર જી, આ છે ઈન્ડિયાનું વર્લ્ડ ફેમસ.” હા કહીને દુકાનદાર તેમને એક લાકડી આપે છે જેના પર નાટુ-નાટુ લખેલું હોય છે. એક માણસ રેડિયો પર નાટુ-નાટુ ગીત સાંભળતો જોવા મળે છે. તે જ સમયે ઘણા ભારતીયો અને વિદેશીઓ નાટુ-નાટુ ગીતની ધૂન સાંભળીને ઉત્સાહિત થાય છે.

લાલ કિલ્લાની બહાર ડાન્સ કર્યો

ચાંદની ચોકમાં લાલ કિલ્લાની બહાર બધા નાટુ-નાટુ ગીત પર નાચવા લાગે છે. ફિલિપ એકરમેન પણ તે બધામાં જોડાય છે. આ વીડિયો ખૂબ જ સુંદર લાગે છે. વીડિયો શેર કરતાં ફિલિપે કહ્યું, “મેં અને મારી ઈન્ડો જર્મન ટીમે જૂની દિલ્હીમાં 95માં ઓસ્કારમાં નાટુ-નાટુની જીતની ઉજવણી કરી હતી.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">