Viral Video : વ્હીલચેર પર બેઠેલો વ્યક્તિ અકસ્માતના ડરથી ઉભો થઈ ભાગ્યો, મજેદાર Video થયો વાયરલ

Funny Viral Video : આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 4 સેકેન્ડના આ વીડિયોને 25 લાખ કરતા વધારે વાર જોવામાં આવ્યો છે.

Viral Video : વ્હીલચેર પર બેઠેલો વ્યક્તિ અકસ્માતના ડરથી ઉભો થઈ ભાગ્યો, મજેદાર Video થયો વાયરલ
Funny viral video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 1:38 PM

વ્હીલચેરનો ઉપયોગ લોકો ત્યારે જ કરે છે જ્યારે વ્યક્તિ ચાલવા-દોડવામાં સક્ષમ ન હોય. તમે તમારી આસપાસ એવો ઘણા લોકોને જોયા હશે જેણે જન્મજાત બીમારીને કારણે કે કોઈ અકસ્માતને કારણે પગમાં મોટી ઈજા થાય છે અને તેઓ પોતાના પગ પર હળવા-ફરવામાં અસક્ષમ બને છે. આવા લોકોની સારી રીતે સારવાર ન થાય ત્યાર સુધી તેઓ વ્હીલચેરનો સહારો લેતા હોય છે. કેટલાક લોકોએ તો પોતાનું આખું જીવન વ્હીલચેર પર કાઢવું પડે છે. હાલમાં વ્હીલચેર સાથે જ જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેટલાક લોકો સમય પસાર કરવા માટે કે પછી ફેમસ થવા માટે વિચિત્ર હરકતો કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરતા હોય છે. આ વાયરલ વીડિયો પણ કઈક એવો છે. આ વાયરલ વીડિયોમાં એક આફ્રીકન દેશના રસ્તાનો નજારો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો કેમેરા સામે ઉભા છે તેમની સાથે એક વ્હીલચેર પર બેઠેલો વ્યક્તિ પણ છે. તે જેવો રસ્તો પસાર કરવા જાય તેવી જ સામેથી એક બાઈક ખુબ ઝડપથી આવે છે. આ બાઈકને કારણે અકસ્માતનું જોખમ જોતા જ તે વ્યક્તિ વ્હીલચેર પરથી ઊઠીને ભાગવા લાગે છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફેમસ થવા માટે નાટકો ચાલે છે આ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન કેવા કેવા વીડિયો જોવા પડે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નવરા લોકો.

g clip-path="url(#clip0_868_265)">