AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોકરાએ કપલ સાથે કર્યો ફની પ્રેન્ક, વીડિયો જોઈ લોકો હસીને થઈ રહ્યા છે લોટપોટ, જુઓ ફની પ્રેન્ક વાયરલ વીડિયો

ટ્વિટર પર એક પ્રૅન્ક વીડિયો ઝડપથી વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે, જેમાં પ્રૅન્કસ્ટર એક કપલ સાથે કંઈક એવું કરે છે કે બંને ભાગવા લાગે છે. આ દરમિયાન યુવતી ડરના માર્યા ગબડતી જોવા મળે છે. હવે આ વીડિયો જોઈને લોકોનું હસવાનું રોકાઈ રહ્યું નથી. ત્યારે ઘણા લોકો ગુસ્સે પણ થઈ રહ્યા છે.

છોકરાએ કપલ સાથે કર્યો ફની પ્રેન્ક, વીડિયો જોઈ લોકો હસીને થઈ રહ્યા છે લોટપોટ, જુઓ ફની પ્રેન્ક વાયરલ વીડિયો
Funny Prank Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 4:38 PM
Share

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ પ્રૅન્ક વીડિયો વાયરલ (Prank Viral Video) થાય છે. આમાંના કેટલાક આઘાતજનક છે, તો કેટલાક ભયાનક પણ છે. પરંતુ દરેકનો હેતુ એક જ હોય ​​છે, તે છે લોકોને કોઈક રીતે હસાવવાનો. જો કે, કેટલીકવાર પ્રેન્ક કરનારાઓને તેમની હરકતો માટે માર પણ ખાવો પડે છે. અત્યારે ટ્વિટર પર એક પ્રૅન્ક વીડિયો ઝડપથી વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે, જેમાં પ્રૅન્કસ્ટર એક કપલ સાથે કંઈક એવું કરે છે કે બંને ભાગવા લાગે છે. આ દરમિયાન યુવતી ડરના માર્યા ગબડતી જોવા મળે છે. હવે આ વીડિયો જોઈને લોકોનું હસવાનું રોકાઈ રહ્યું નથી. ત્યારે ઘણા લોકો ગુસ્સે પણ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆત દુકાનની બહાર એક કપલ સાથે થાય છે. વીડિયોમાં યુવતી કોલ્ડ ડ્રિંક્સની મજા લેતી જોવા મળી રહી છે. ત્યારે એક છોકરો ગુપ્ત રીતે આવે છે અને છોકરીની પાછળ એક મોટો સાઉન્ડ બોક્સ મૂકે છે. આ પછી, અજાણ બનીને, તે તેની પાસે કોઈ સરનામું પૂછવાની એક્ટિંગ કરે છે. આ પછી, છોકરો જેમ-જેમ આગળ વધે છે, ગોળીનો જોરદાર અવાજ સંભળાવા લાગે છે. દરેક જણ દોડે છે. છોકરી પણ દોડે છે, પરંતુ તે એટલી નર્વસ થઈ જાય છે કે તે પડવા લાગે છે. બીજી જ ક્ષણે તેમને ખબર પડે છે કે તેમની સાથે પ્રેન્ક થયો છે.

આ ફની પ્રૅન્ક વીડિયો ટ્વિટર પર @LockerRoomLOL હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું, WHAT A PRANK! 35 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં 1.1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેને પસંદ કરી છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. લોકોમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ગુસ્સામાં પણ છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, મને ક્યાંયથી આ ફની લાગી નથી, છોકરાને તેના કૃત્યની સજા મળવી જોઈએ. ત્યારે અન્ય યુઝરે લખ્યું છે કે, હું તે યુવતી માટે ચિંતિત છું. તેવી જ રીતે, અન્ય યુઝર કહે છે કે, આ પ્રકારના પ્રેન્કને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ત્યારે અમે પણ આપને એ જ સલાહ આપીશું કે કોઈને પણ આ રીતે પરેશાન ન કરવા જોઈએ.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">