Fish Viral Video: પાણીમાં જોવા મળી વિચિત્ર પ્રકારની માછલી, જાણે કે કેસર કેરી! લોકો નવાઈ પામ્યા, નજીકથી જોશો તો હસવા લાગશો

|

Jun 19, 2023 | 12:51 PM

દર વખતે તમે વિચારો છો કે, હવે દરેક જળચર પ્રાણી વિશે માહિતી મળી ગઈ છે. ત્યારે આવો જીવ દેખાય છે કે વાયરલ થાય છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે દુનિયામાં આવા વિચિત્ર જીવો છે. ટ્વિટર પર આવી જ એક પફર માછલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Fish Viral Video: પાણીમાં જોવા મળી વિચિત્ર પ્રકારની માછલી, જાણે કે કેસર કેરી! લોકો નવાઈ પામ્યા, નજીકથી જોશો તો હસવા લાગશો
Viral Video puffer fish

Follow us on

દુનિયામાં દરિયાની નીચે કે પાણીમાં વસેલા વિશ્વમાં એટલી બધી અજાયબીઓ છે કે તેની ગણતરી કરી શકાતી નથી. દર વખતે તમે વિચારો છો કે હવે દરેક જળચર પ્રાણી વિશે માહિતી મળી ગઈ છે. ત્યારે આવો જીવ દેખાય છે કે વાયરલ થાય છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે દુનિયામાં આવા વિચિત્ર જીવો છે. ટ્વિટર પર આવી જ એક પફર માછલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક લોકોએ આ વીડિયો જોયા પછી એવી પ્રતિક્રિયાઓ આપી કે તમે પણ હસવા માટે મજબૂર થઈ જશો.

આ પણ વાંચો : Funny Viral Video: આ રીતે મળશે ગરમીથી રાહત! વ્યક્તિએ બેડને જ બનાવ્યો સ્વિમિંગ પૂલ

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

ફૂગ્ગા જેવી ફૂલેલી માછલી

ટ્વિટર હેન્ડલ Massimoએ પફર માછલીનો વીડિયો શેર કર્યો છે. પફર ફિશનું નામ સાંભળીને તમે અંદાજો લગાવ્યો જ હશે કે આ એક એવી માછલી છે જે પોતાનામાં પાણી ભરીને ફૂગ્ગો બની જાય છે. વાસ્તવમાં આ માછલીની સંરક્ષણ પદ્ધતિ છે. જે તેને બાકીની માછલીઓથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. આવી જ એક પીળી પફર માછલીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પફર માછલીનો રંગ પાકેલી કેરીની છાલ જેવો જ પીળો હોય છે. શરૂઆતમાં તેને પાણીમાં વહેતા જોઈને લાગે છે કે કેરીની આંખ, મોં અને કાન બહાર આવી ગયા છે. જ્યારે તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે તે પીળા રંગની પફર માછલી છે. આ માછલીને ગોલ્ડન પફર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ Arothron meleagris છે.

જુઓ Viral video…..

યુઝર્સ આપી ફની પ્રતિક્રિયાઓ

આ માછલીનો વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સે ખૂબ જ ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે તેને લાગ્યું કે, તે પાણીમાં તરતી કેરી છે. તો એક યુઝરે તેને મોટા લીંબુ જેવું લાગ્યું. જો કે કેટલાક યુઝર્સ વીડિયોના મેકર સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. તેની નારાજગી માછલીને પરેશાન કરવા વિશે છે. એક યુઝરે, આ પફર માછલીનું નામ સી મેંગો રાખ્યું છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article