Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra Tweet: જૂગાડથી ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી પર થયા ફિદા

આ તસવીર એક જીપની છે, જેને મહિન્દ્રા ટ્રેક્ટરમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી છે. ટ્વિટર પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે મહિન્દ્રા ટ્રેક્ટર્સના ટ્વિટર હેન્ડલ પરથી આ તસ્વીર શેર કરવામાં આવી છે.

Anand Mahindra Tweet: જૂગાડથી ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી પર થયા ફિદા
Tractor turned into Jeep (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:49 AM

સોશિયલ મીડિયા (Social Media)પર એકથી એક ચડીયાતા મોડિફાઈડ વાહનોની તસવીરો વાયરલ થતી હોય છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પણ સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર શેર કરી છે, જે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તસવીર એક જીપની છે, જેને મહિન્દ્રા ટ્રેક્ટરમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી છે. ટ્વિટર પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

મહિન્દ્રા ટ્રેક્ટર્સના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે મેઘાલયના જોવાઈમાં રહેતા મૈયા રાયમ્બાઈએ આ અનોખી જીપ ડિઝાઇન કરી છે. તસવીર શેર કરતાં મહિન્દ્રા ટ્રેક્ટર્સે લખ્યું, ‘મેઘાલયની મૈયા રાયમ્બાઈએ સાબિત કર્યું છે કે ટફ પણ કુલ હોય છે. અમને 275 NBP નું આ મોડિફાઈડ પર્સનાલિટી પસંદ આવી છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

આ અનોખી ક્રિએટિવિટી જોઈને આનંદ મહિન્દ્રા પોતાને રોકી ન શક્યા. મહિન્દ્રા ટ્રેક્ટર્સના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે લખ્યું, ‘આ વિચિત્ર દેખાતું બીસ્ટ છે, પરંતુ તે ડિઝની એનિમેટેડ ફિલ્મના સુંદર પાત્ર જેવું લાગે છે.’ મહિન્દ્રા ટ્રેક્ટરના આ અવતારને યુઝર્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે જવાબમાં લખ્યું કે તે ગ્રેટ ખલીની ઓફિશિયલ ટ્રક હોવી જોઈએ.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ કરતા રહે છે. મોડિફાઇડ ટ્રેક્ટર ઉપરાંત તેમણે યેઝદીની જૂની તસવીર પણ શેર કરી છે. દાયકાઓ જૂની યેઝદીની તસવીર પોસ્ટ કરતાં એક યુઝરે લખ્યું કે જૂના આલ્બમને ફંફોરતી વખતે તેને તે મળ્યું. આને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે યાદો, લાગણીઓ અને ખુશીઓ…તેના કારણે જ તે યેઝદી જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડને પુનર્જીવિત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે મહિન્દ્રાની કંપનીએ હાલમાં જ ભારતીય બજારમાં યેઝદી અને જાવા જેવી જૂની મોટરસાઈકલ બ્રાન્ડને નવો લુક આપીને ફરીથી લોન્ચ કરી છે.

આ પણ વાંચો: WhatsApp Tricks: બે ફોનમાં ચલાવી શકો છો એક જ WhatsApp એકાઉન્ટ, કોઈ થર્ડ પાર્ટી એપની નહીં પડે જરૂર

આ પણ વાંચો: Russia Ukraine Conflict: રશિયા યુક્રેન પર એ જ વ્યૂહરચના સાથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે જે રીતે તેણે 13 વર્ષ પહેલા જ્યોર્જિયાને નિશાન બનાવ્યું હતું, વાંચો સંપૂર્ણ યોજના

g clip-path="url(#clip0_868_265)">