Tech News: Facebook એ કર્યું કમાલનું ફિચર્સ લોન્ચ, એડિટિંગ માટે પણ આપ્યા નવા ટુલ્સ
મેટા તાજેતરમાં વિશ્વની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારબાદ કંપનીનું સંપૂર્ણ ધ્યાન કન્ટેન્ટ પર છે. ભારતમાં Tiktok બંધ થયા પછી Meta એ 2020 માં ઈન્સ્ટાગ્રામ (Instagram) સાથે રીલ્સ (Reels)લોન્ચ કરી.
ફેસબુકે 150 દેશોમાં તેનું શોર્ટ વીડિયો પ્લેટફોર્મ રીલ્સ લોન્ચ કર્યું છે. મેટાએ બ્લોગ દ્વારા આ માહિતી આપી છે. મેટા તાજેતરમાં વિશ્વની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારબાદ કંપનીનું સંપૂર્ણ ધ્યાન કન્ટેન્ટ પર છે. ભારતમાં Tiktok બંધ થયા પછી Meta એ 2020 માં ઈન્સ્ટાગ્રામ (Instagram) સાથે રીલ્સ (Reels)લોન્ચ કરી. મેટા (Meta)ના સીઇઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “રીલ એ અત્યાર સુધીનું અમારું સૌથી ઝડપથી વિકસતું કન્ટેન્ટ ફોર્મેટ છે અને આજે અમે તેને Facebook પર દરેક માટે ઉપલબ્ધ કરાવીએ છીએ.”
મેટાએ કહ્યું છે કે તે ક્રિએટર્સ માટે કમાણી કરવા માટે નવી સુવિધાઓ પણ રજૂ કરશે. મેટા અનુસાર, રીલ્સ યુઝર્સને બોનસ મળશે. આ સિવાય વીડિયોની મધ્યમાં જાહેરાતો બતાવવામાં આવશે જે બેનર્સ અને સ્ટીકરોના રૂપમાં હશે. રીલ્સમાં ફુલ સ્ક્રીન જાહેરાતો પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. ફેસબુક યુઝર્સને પણ ટૂંક સમયમાં રીલ્સ જોવા મળશે. એવી શક્યતા છે કે ફેસબુકના સ્ટોરીઝ ફીચરની જગ્યાએ રીલ્સ લોન્ચ કરવામાં આવી શકે છે. વપરાશકર્તાઓ સજેશન તરીકે સમાચાર ફીડમાં રીલ્સ પણ જોઈ શકે છે.
એડિટિંગ માટે નવા ટૂલ્સ
Remix: તમે કોઈપણ વીડિઓ સાથે રિમિક્સ કરી શકશો. રિમિક્સ રીલ્સમાં બીજા વીડિયોનો પુરો ભાગ શામેલ હશે. 60 સેકન્ડની રીલ્સ: યુઝર્સને હવે 60 સેકન્ડ સુધીની રીલ્સ બનાવવાની તક મળશે. Drafts: રીલ્સ વપરાશકર્તાઓને ટૂંક સમયમાં ડ્રાફ્ટ કરવાની તક મળશે. નવા અપડેટ પછી સેવ બટન સાથે સેવ એઝ ડ્રાફ્ટનો વિકલ્પ ઉપલબ્ધ થશે. Video Clipping: આગામી કેટલાક મહિનામાં વીડિયો ક્લિપિંગ ફીચર ઉપલબ્ધ થશે, જે વિવિધ ફોર્મેટમાં વીડિયો પબ્લિશ કરવામાં મદદ કરશે.