Video : ફૂટબોલ મેચ દરમિયાન દર્શકોએ બચાવ્યો બિલાડીનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘણી વખત લોકો એવું કંઈક કરે છે જેની ખૂબ પ્રશંસા થાય છે. આજકાલ ઇન્ટરનેટ પર આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં (Viral video) એક વ્યક્તિ જે રીતે બિલાડીને બચાવે છે, તે જોઈને તમે પણ તેની પ્રશંશા કરશો.

Video : ફૂટબોલ મેચ દરમિયાન દર્શકોએ બચાવ્યો બિલાડીનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
cat video goes viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:43 AM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો (Video) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયો ફૂટબોલ મેચનો (Football) છે, જેમાં  દર્શકો ખુબ કાળજીપુર્વક બિલાડીનો જીવ બચાવી રહ્યો છે. જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાયેલો છે.

અમેરિકન ધ્વજને ફેલાવીને બિલાડીનો જીવ બચાવવામાં આવ્યો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક ફૂટબોલ મેચમાં અચાનક એક બિલાડી સ્ટેડિયમની (Stadium) ટોચના બેનર પર લટકતી જોવા મળે છે. બેનર પર લટકતી બિલાડીને જોઈને સ્ટેન્ડમાં બેઠેલા લોકો તેને બચાવવા માટે એકબીજા તરફ જુએ છે, પરંતુ કોઈને કશું સમજાતું નથી. આ દરમિયાન બિલાડી સ્ટેન્ડ પરથી નીચે પડી જાય છે. પરંતુ સદ્ભાગ્યે, નીચે ઉભેલા કેટલાક દર્શકોએ અમેરિકન ધ્વજને (American Flag) ફેલાવીને બિલાડીને પકડી, જેના કારણે તેનો જીવ બચી ગયો.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અનુસાર, આ ઘટના મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમમાં બની હતી જ્યારે ત્યાં મેચ ચાલી રહી હતી. આ વીડિયો ઈન્ટરનેટ ( Internet) જગતમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

યુઝર્સ કરી દર્શકોની પ્રશંશા

તમને જણાવી દઈએ કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી આ વીડિયો Yianni Laros નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે,” ખુબ કાળજીપૂર્વક દર્શકોએ બિલાડીને બચાવી “જ્યારે અન્ય યુઝર્સ પણ આ વીડિયોની (Viral video) પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: લોકો નહીં સુધરે !! નિરજ ચોપરાને તેમના લુક્સ પર ટ્રોલ કરવા ગયા આ ભાઇ, પ્રશંસકોએ લઇ લીધી બરાબરની ક્લાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">