Fake news alert: તમારા વોટ્સએપમાં(whatsapp message) પણ મેસેજ આવ્યો હશે કે દેશમાં રેકોર્ડ રસીકરણની ખુશીમાં તમામ ભારતીય યુઝર્સને ત્રણ મહિનાનું રિચાર્જ મફતમાં આપવામાં આવી રહ્યું છે.
જો હા તો ચાલો તમને જણાવીએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. આ એક નકલી વોટ્સએપ મેસેજ છે. જેને કેટલાક લોકો દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે. PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ નકલી વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ વોટ્સએપ મેસેજમાં લખવામાં આવ્યું છે કે દેશમાં રેકોર્ડબ્રેક રસીકરણની ખુશીમાં ભારત સરકાર તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું મફત રિચાર્જ આપી રહી છે. મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે જો તમારી પાસે Jio, Airtel અથવા Vi SIM છે તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો.
આ સાથે ફેક મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. આ ફેક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે લોકો લિંક પર ક્લિક કરીને પોતાનું રિચાર્જ કરાવી શકે છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ ઓફર 15 ઓક્ટોબર 2021 સુધી જ ઉપલબ્ધ છે તો જલ્દી કરો. આ મેસેજ આજે એટલે કે 4 ઓક્ટોબરનો છે.
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि देश में रिकॉर्ड वैक्सीनेशन होने की ख़ुशी में भारत सरकार सभी भारतीय यूजर्स को 3 महीने का रिचार्ज फ्री में प्रदान कर रही है।#PIBFactCheck:
▶️यह दावा #फ़र्ज़ी है। ▶️भारत सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गयी है। pic.twitter.com/b9AiWhimaN
— PIB Fact Check (@PIBFactCheck) October 4, 2021
જો તમને પણ આ પ્રકારના વોટ્સએપ પર મેસેજ મળે તો તેનાથી બચીને રહો. તેની જાળમાં બિલકુલ ન પડશો. તે ગુનેગાર માટે તમારી સાથે છેતરપિંડી કરવાનો એક માર્ગ પણ હોઈ શકે છે. આપેલ લિંક પર તમારી વ્યક્તિગત માહિતી લઈને ગુનેગારો આનો ખોટો લાભ લઈ શકે છે.
તેઓ તમારા બેંક ખાતા સાથે છેતરપિંડી પણ કરી શકે છે. તેથી, લિંક પર ક્લિક કરીને તમારી સાથે સંબંધિત કોઈપણ વ્યક્તિગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિને આપશો નહીં. ઉપરાંત, કોઈપણ પ્રકારની ફી ચૂકવશો નહીં. કારણ કે મેસેજમાં કરવામાં આવેલ દાવો સંપૂર્ણપણે ખોટો અને નકલી છે.
PIB ફેક્ટ ચેક શું છે?
તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને કોઈ સરકારી સંબંધિત સમાચાર બનાવટી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ ઈમેઈલ આઈડી socialmedia@pib.gov.in પર અથવા મોબાઈલ નંબર 918799711259 માહિતી મોકલી શકો છો.
આ પણ વાંચો :National : તહેવારો અને રજાઓની સીઝનના બે અઠવાડિયા પહેલા જ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે : ICMR