Elon Muskનું જૂનું બિઝનેસ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ, ટેસ્લાના માલિકે તસવીર જોઈને લખી આ Funny વાત

ટેસ્લાના (Tesla) માલિક એલોન મસ્કનું (Elon Musk) જૂનું બિઝનેસ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જે તેમની બંધ કંપનીનું છે. તેમનું આ બિઝનેસ કાર્ડ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Elon Muskનું જૂનું બિઝનેસ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ, ટેસ્લાના માલિકે તસવીર જોઈને લખી આ Funny વાત
Elon musk old business card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:55 AM

ટેસ્લાના (Tesla) માલિક એલોન મસ્ક (Elon Musk) છેલ્લાં કેટલાક મહિનાઓથી વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. અગાઉ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદવા માટે ચર્ચામાં હતો, ત્યારબાદ તે કોકા-કોલા ખરીદવાને લઈને સતત ચર્ચામાં હતો અને ક્યારેક ટ્વિટરનું ભવિષ્ય શું હશે. દુનિયાની નજર તેના ટ્વિટર પર ટકેલી છે. કેટલીકવાર તેના કેટલાક ટ્વિટ પણ લોકોને ખૂબ આશ્ચર્યચકિત કરે છે. ગયા મે મહિનાની જેમ, તેણે એક ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે, જો તે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામે તો શું? તેમનું આ ટ્વિટ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. હવે તેમનું એક જૂનું બિઝનેસ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જે તેમની બંધ કંપનીનું છે. તેમનું આ બિઝનેસ કાર્ડ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જૂઓ Elon Muskનું જૂનું બિઝનેસ કાર્ડ……….

ઈલોન મસ્કના આ જૂના બિઝનેસ કાર્ડની તસવીર ટ્વિટર પર DogeDesigner નામની આઈડી સાથે શેર કરવામાં આવી છે, જે કદાચ ઈલોન મસ્કની યાદોને પણ પાછી લાવશે. તેમનું આ જૂનું બિઝનેસ કાર્ડ વર્ષ 1995નું છે, જ્યારે તેણે તેના ભાઈ કિમ્બલ મસ્ક સાથે મળીને Zip2 નામની કંપની શરૂ કરી હતી. જો કે, આ કંપની વર્ષ 1999માં બંધ થઈ ગઈ હતી.

લોકોએ ટ્વિટ પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી

ટ્વિટર પર વાઈરલ થઈ રહેલું પોતાનું જૂનું બિઝનેસ કાર્ડ જોઈને ઈલોન મસ્કએ પણ DogeDesignerની ટ્વીટનો જવાબ આપ્યો છે અને ફની રીતે લખ્યું છે, ‘Ancient times’. આ સાથે જ લોકોએ ટ્વિટ પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સે એલોન મસ્કને જીવનમાં આટલો લાંબો માર્ગ આવવા અને ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે, જ્યારે ઘણા લોકો એવું પણ કહે છે કે, ટેસ્લાના સીઈઓએ પોતાનો પરિચય આપવા માટે કોઈ બિઝનેસ કાર્ડની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે, એલોન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે $200 બિલિયનની નજીકની સંપત્તિ છે.

g clip-path="url(#clip0_868_265)">