ગજરાજને પણ લાગ્યો મોબાઈલનો ચસકો ! બાળકની જેમ તાંકઝાક કરતો જોવા મળ્યો હાથી, જુઓ ક્યૂટ વીડિયો
એક હાથી તેના મહાવતના મોબાઈલમાં બાળકની જેમ તાંકઝાક કરતો જોવા મળે છે. વાયરલ ક્લિપમાં મોબાઈલમાં જોવા માટે આ હાથી જે પ્રકારે હરકત કરે છે તે જોઈને કોઈ પણ હસ્યા વિના નહી રહે શકે.
આ દિવસોમાં પ્રાણીઓના ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહ સાથે હાથીઓ સંબંધિત વીડિયો જોવાનું પસંદ કરે છે. થોડા દિવસો પહેલા જ એક હાથીનો રોડ કિનારે ગોલગપ્પા ખાતો વીડિયો વાયરલ થયો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે આવો જ એક ફની વીડિયો સામે આવ્યો છે. જેમાં એક હાથી તેના મહાવતના મોબાઈલમાં બાળકની જેમ તાંકઝાક કરતો જોવા મળે છે. વાયરલ ક્લિપમાં મોબાઈલમાં જોવા માટે આ હાથી જે પ્રકારનું કામ કરે છે તે જોઈને કોઈ પણ હસ્યા વિના નહી રહે શકે.
વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક મહાવત મંદિરની બહાર બેઠો છે અને મોબાઈલ પર કંઈક જોઈ રહ્યો છે. આ દરમિયાન તેની પાછળ ઉભેલો હાથી બાળકની જેમ તેના ફોનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ હાથી મોબાઈલમાં જોવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. તેનું આ ક્યૂટ એક્ટ લોકોના દિલ જીતી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હાથી મોબાઈલને જોવા માટે તેના શરીરને ઘણી હદ સુધી નમાવે છે. પછી મોબાઈલ તરફ વળીને એમાં જોવાની કોશિશ કરી. આ વીડિયો તમારા ચહેરા પર પણ સ્મિત લાવશે. તો ચાલો પહેલા આ ફની વીડિયો જોઈએ.
View this post on Instagram
હાથી અને મહાવતનો આ ક્યૂટ વીડિયો તમિલનાડુનો છે. તમે ક્લિપમાં જે મંદિર જુઓ છો તે કુંભકોનમ કુંભેશ્વર મંદિર છે. આ વીડિયો નેટીઝન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kerala_elephants નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘હાથી અને તેના મહાવત વચ્ચેનો સંબંધ અનોખો અને અમૂલ્ય છે.’ સમાચાર લખ્યા ત્યાં સુધી લગભગ 38 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પર નેટીઝન્સ તેમના પ્રેમને વખાણી રહ્યા છે. દરેક વ્યક્તિ હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી રહી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હાથીના આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.