VIDEO : ગરૂડે શિયાળનો કર્યો શિકાર ! સોશિયલ મીડિયા પર વાયરલ થયો લડાઈનો વીડિયો

|

Feb 25, 2022 | 5:46 PM

આજકાલ સોશિયલ મીડિયામાં એક ગરુડ અને શિયાળની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે. જેમાં જે રીતે ગરુડ શિયાળ પર હુમલો કરે છે, તે જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો.

VIDEO : ગરૂડે શિયાળનો કર્યો શિકાર ! સોશિયલ મીડિયા પર વાયરલ થયો લડાઈનો વીડિયો
eagle attack video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર પક્ષી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમે પણ ચોંકી જશો.

એક કલાકમાં 320 કિમીની ઝડપથી ઉડી શકે છે ગરુડ

ગરુડ એ આકાશનો રાજા ગણાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગરુડ (Eagle)એક કલાકમાં 320 કિમીની ઝડપથી ઉડી શકે છે. ગરુડ એ આકાશમાં સૌથી ઝડપથી ઉડી શકનારા પક્ષીની સાથે ઘરતી પર સૌથી ઝડપથી દોડનારુ પક્ષી પણ છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ગરુડે કઇ રીતે તેનાથી બે ગણા મોટા શિયાળનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો છે.આ વીડીયો જોયા બાદ તમે તમારી આંખો પર વિશ્વાસ નહી કરી શકો. ગરુડે કરેલો આ શિયાળનો ખતરનાક શિકાર જોઈને તમે પણ દંગ રહી જશો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

જુઓ વીડિયો

શિયાળ જીવ બચાવીને ભાગ્યુ….!

આ શોકિંગ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ગરુડ એક પર્વત પર ઉડી રહયુ છે.અતિશય ઝડપે આકાશમાં ઉડી રહેલા આ ગરુડે પોતાના ઘારદાર પંજા વડે શિયાળને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો છે.જેથી શિયાળ ડરીને જીવ બચાવવા બીજી દિશામાં ભાગી જાય છે.પરંતુ ગરુડ ફરીથી આ કમનસીબ શિયાળને પકડી લે છે અને તેને મારી નાખે છે.

તમને જણાવી દઈએ કે,આ વીડિયોને લાઈફ એન્ડ નેચર ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ગરુડ તેના શિકારને કેટલી ખતરનાક રીતે પકડે છે.યુઝર્સ આ વીડિયો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : આ દેશમાં બાજ અને ઘુવડ કરી રહ્યા છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, જાણો શું છે આની પાછળનું રહસ્ય

Next Article