લો બોલો, કર્મચારીએ સેલેરી માંગી તો બોસે કંઈક આ રીતે આપ્યુ વળતર ! જોઈને તમે પણ દંગ રહી જશો

રિયાન કેઓગે સોશિયલ મીડિયા પર આ તસવીર (Photos) શેર કરતા લખ્યુ કે 'જો કોઈને જાણવું હોય કે સાઉથ વિલિયમ સ્ટ્રીટ ( South William Street) પર કામ કરવું કેવું છે, તો હું તમને જણાવી દઉં કે મહેનતનુ આ રીતે વળતર આપવામાં આવે છે.'

લો બોલો, કર્મચારીએ સેલેરી માંગી તો બોસે કંઈક આ રીતે આપ્યુ વળતર ! જોઈને તમે પણ દંગ રહી જશો
Restaurant worker receives salary in bucket of coins

Viral Photos : સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની આજીવિકા મેળવવા માટે નોકરી કરે છે. તેથી જ દરેક માણસ તેના પગારની આતુરતાથી રાહ જુએ છે. મહિનાના અંતે કોઈ પણ વ્યક્તિને તેનો પગાર (Salary) મળતા જ તેના ચહેરા પર ખુશી આવી જાય છે. પરંતુ એક આઇરિશ રેસ્ટોરન્ટના (Restaurant) કર્મચારીને જે સ્વરૂપમાં પગાર મળ્યો તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

કર્મચારીએ સેલેરી માંગી તો બોસે કંઈક આ રીતે આપ્યુ વળતર

રેસ્ટોરન્ટના માલિકે તેના કર્મચારીને સિક્કાઓથી ભરેલી ડોલ આપી હતી, જેનું વજન 29.8 કિલો હતું. મળતી માહિતી મુજબ આ કર્મચારીનું નામ રિયાન કેઓગે છે. જેણે આ ડોલની તસવીરો (Photos) સાથે આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

રિયાન કેઓગે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતા લખ્યુ કે ‘જો કોઈને જાણવું હોય કે સાઉથ વિલિયમ સ્ટ્રીટ ( South William Street) પર કામ કરવું કેવું છે, તો હું તમને જણાવી દઉં કે મહેનતનુ આ રીતે વળતર આપવામાં આવે છે.’ આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. રિયાનના આ ટ્વિટને (Tweet) અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે અને 1800 થી વધુ રિટ્વીટ થયા છે.

જુઓ તસવીર

 રોકડ આપવાના નામે રેસ્ટોરન્ટમાં બોલાવ્યો અને સિક્કાઓથી ભરેલી ડોલ આપવામાં આવી : રિયાન કેઓગે

ઉપરાંત Rian Keogh એ વધુ એક ટ્વિટમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે રેસ્ટોરન્ટ માલિક સાથેની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેણે ટ્વિટ કરતા લખ્યું કે, મને રોકડ આપવાના નામે રેસ્ટોરન્ટમાં બોલાવ્યો અને સિક્કાઓથી ભરેલી ડોલ (bucket full of coins) આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે, 9 સપ્ટેમ્બરે રેસ્ટોરન્ટના માલિકને (Restaurant Owner) રિયાને પૂછ્યું કે શું તેનો પગાર ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે કે ચેક સ્વરૂપે આપવામાં આવે.

સિક્કાઓથી ભરેલી ડોલ જોઈને રિયાન ચોંકી ગયો

બાદમાં માલિકે કહ્યું હતું કે શું રોકડમાં પગાર આપું તે ઠીક રહેશે ? જો કે રિયાનને (Rian) પૈસાની ખૂબ જરૂર હતી, તે સંમત થયો. પરંતુ જ્યારે તે પૈસા લેવા આવ્યો ત્યારે સિક્કાઓથી ભરેલી ડોલ જોઈને તે ચોંકી ગયો. હવે આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવી છે. રિયાન કેઓગની પોસ્ટને લોકો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: સાળી, જીજાજી અને સેટીંગ વચ્ચે બહેને બોલાવ્યા સપાટા, ચાલું ઈન્ટરવ્યુમાં હાઈ વોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો:  શહેનાઝ ગિલને સપોર્ટ કરવા તેમના પિતાએ કરાવ્યુ ટેટૂ, સોશિયલ મીડિયામાં VIDEO થયો VIRAL

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati