કારે ‘ગધેડા ગાડી’ ને મારી જોરદાર ટક્કર, સીટ બેલ્ટે બચાવ્યો જીવ! જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો
શું તમે જાણો છો કે ગધેડાગાડીમાં પણ 'સીટ બેલ્ટ' હોય છે? હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Funny Viral Video)થઈ રહ્યો છે, જેમાં 'સીટ બેલ્ટ'ના કારણે એક ગધેડાનો જીવ બચી ગયો, નહીંતર આ અકસ્માત ઘાતક હતો.
તમે જાણતા જ હશો કે ડ્રાઈવિંગ કરતી વખતે સીટ બેલ્ટ બાંધવો કેટલો જરૂરી છે. આ સીટ બેલ્ટ છે, જે ગંભીર અકસ્માતોમાં પણ તમારો જીવ બચાવી શકે છે, પરંતુ જો તમે સીટ બેલ્ટ ન બાંધો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમે એવા ઘણા અકસ્માતો જોયા અથવા સાંભળ્યા હશે, જેમાં લોકોએ સીટ બેલ્ટ ન લગાવ્યો અને આવી સ્થિતિમાં તેઓએ જીવ ગુમાવ્યો અથવા ગંભીર રીતે ઘાયલ થયા. ક્યારેક આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Accident Viral Video)પણ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગધેડાગાડીમાં પણ ‘સીટ બેલ્ટ’ હોય છે? હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે, જેમાં ‘સીટ બેલ્ટ’ના કારણે એક ગધેડાનો જીવ બચી ગયો, નહીંતર આ અકસ્માત ઘાતક હતો.
તમે ઘોડાગાડી કે ગધેડાગાડી જોઈ જ હશે કે કેવી રીતે પ્રાણીઓને લગામ સાથે ચલાવવામાં આવે છે. આ લગામ પ્રાણીઓ માટે ‘સીટ બેલ્ટ’થી ઓછી નથી. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે એક કાર ગધેડાગાડીમાં પાછળથી આવે છે અને તેને જોરથી અથડાવે છે, જેના કારણે ગધેડો હવામાં ઉછળે છે,
જ્યારે ગાડી ઢસડાતી આગળ જતી રહે છે. જોકે તે નસીબદાર છે કે ગધેડો ગાડી સાથે જોડાયેલો રહે છે, કારણ કે કારએ એટલી ઝડપથી તેને ટક્કર મારી કે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હોત. આ વીડિયો એવો છે કે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસી પણ પડશો.
गधे को सीट बेल्ट ने बचा लिया वर्ना कार वाले ने तो मार दिया था 😅 pic.twitter.com/xTyLv3VJfG
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) October 19, 2022
માત્ર 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે પૂછ્યું કે ‘આ ક્યાંનો સીન છે’ તો બીજા યુઝરે લખ્યું કે, ‘ગધેડો તો ઠીક છે ને, તેના ચાલકની હાલત જુઓ’.