AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા સૂતી હતી અને અચાનક મોંમાં સાપ ઘૂસી ગયો, ડોક્ટરે કંઈક આ રીતે સાપને બહાર કાઢ્યો, જુઓ વીડિયો

એક ઘટના સામે આવી છે, જેમાં આશ્ચર્યની વાત એ છે કે આ વખતે એક મહિલાના મોંમાં સાપ ઘૂસી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે દંગ રહી જશો.

મહિલા સૂતી હતી અને અચાનક મોંમાં સાપ ઘૂસી ગયો, ડોક્ટરે કંઈક આ રીતે સાપને બહાર કાઢ્યો, જુઓ વીડિયો
Snake Viral VideoImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 4:07 PM
Share

કેટલીકવાર એવી કેટલીક ઘટનાઓ બને છે, જેના વિશે જાણીને લોકોનો આત્મા કંપી જાય છે. તમે આવી ઘણી ઘટનાઓ સાંભળી કે જોઈ હશે, જેમાં લોકોના કાન કે નાકમાં કીડા વગેરે ઘૂસી જતા હોય છે. હાલમાં જ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં એક સાપ કોઈક રીતે છોકરીના કાનમાં ઘૂસી ગયો હતો, જેને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ એકદમ ચોંકાવનારી ઘટના હતી. હવે આના જેવી જ એક ઘટના ફરી સામે આવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વખતે એક મહિલાના મોંમાં સાપ ઘૂસી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે દંગ રહી જશો.

મહિલા સૂઈ રહી હતી, તે દરમિયાન એક મોટો સાપ તેના મોંમાં ઘુસી ગયો, ત્યારબાદ ડોક્ટરે તેને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢ્યો. મહિલાના મોંમાંથી સાપ કાઢ્યા બાદ ડૉક્ટરને પણ ડર લાગ્યો કે કદાચ તે તેને ડંખ મારી દેશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા બેભાન પડી છે અને ડૉક્ટરે તેના મોંમાં એક લાઈટેડ સ્ટીક નાખી છે, જેની મદદથી તે સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધીરે ધીરે, જ્યારે ડૉક્ટરે મહિલાના મોંમાંથી સાપ કાઢ્યો, ત્યારે તે પણ ડરથી પાછળ હટી ગયા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FascinateFlix નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં જણાવાયું છે કે જ્યારે મહિલા સૂઈ રહી હતી ત્યારે ચાર ફૂટનો સાપ તેના મોંમાં ઘુસી ગયો હતો, જેને ડોક્ટર દ્વારા બહાર કાઢ્યો હતો.

માત્ર 11 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 57 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 6 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. યૂઝર્સ આ નજારો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આખરે સાપ કેવી રીતે સૂઈ રહેલી મહિલાના મોંમાં ઘૂસી ગયો.

g clip-path="url(#clip0_868_265)">