Viral Video : ચિમ્પાન્જીએ મહિલાને આ રીતે ખેંચીને કરી Kiss, જુઓ આ Cute Video
ચિમ્પાન્જીના (chimpanzee) એક વીડિયોએ સોશિયલ મીડિયાની (Viral Video) 'દુનિયા'માં ધૂમ મચાવી દીધી છે. વાયરલ ક્લિપમાં એક ચિમ્પાન્ઝી એક મહિલાને પ્રેમથી કિસ કરતો જોઈ શકાય છે.
જાનવરોને લગતા ક્યૂટ વીડિયો (Cute Video) અવાર-નવાર ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. અત્યારે એક ચિમ્પાન્ઝીના એક વીડિયોએ સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં ધૂમ મચાવી દીધો છે. વાયરલ ક્લિપમાં એક ચિમ્પાન્જીએ (chimpanzee) મહિલા પ્રેમથી કિસ કરી તે જોઈ શકાય છે. રસપ્રદ વાત એ છે કે મહિલા પણ તેને આમ કરવાથી રોકતી નથી. આ જોયા પછી તમને પણ લાગશે કે પ્રાણીઓમાં પણ માણસો જેવી જ લાગણી હોય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રાણી સંગ્રહાલયની (Zoo) મુલાકાત લેવા આવેલી એક મહિલા પ્રવાસી સાથે એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક ચિમ્પાન્ઝી તેને જોઈને તેનું દિલ આપી બેઠો. જે બન્યું તે જોઈને ત્યાં હાજર તમામ પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. ચિમ્પાન્ઝી જઈને સ્ત્રીના ખોળામાં બેસી ગયો. પછી તેણે તેના હોઠ પર ખૂબ પ્રેમથી ચુંબન કરવાનું શરૂ કર્યું. મજાની વાત એ છે કે મહિલા પણ ચિમ્પાન્જીને આવું કરવાથી રોકતી નથી અને તે પણ તેને કિસ કરવા લાગે છે.
અહીં જુઓ વીડિયો જ્યારે એક ચિમ્પાન્જીએ મહિલાને કરી Kiss
View this post on Instagram
એક મહિલાને Kiss કરતાં ચિમ્પાન્ઝીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર monkey.reelz એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં સાડા 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તે જ સમયે, ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા નોંધી છે.
એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ એક મોટો ક્યૂટ Kisser નીકળ્યો.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, આ રીતે ફેલાઈ રહ્યું છે મંકીપોક્સ, મિત્રો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, એવું લાગે છે કે ચિમ્પાન્ઝીને તે ગમ્યું. એકંદરે, આ વીડિયો નેટીઝન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.