AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: બાળકોએ દેશી અંદાજમાં લીધી લપસ્યાની મજા, જૂગાડ જોઈ તમને પણ બાળપણ યાદ આવી જશે

સોશિયલ મીડિયા પર હાલ એક મનમોહક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગામના કેટલાક બાળકો માટી પર સરકવાનો આનંદ માણી રહ્યા છે. આ વીડિયો જોયા પછી તમને તમારું બાળપણ ચોક્કસ યાદ આવશે.

Viral: બાળકોએ દેશી અંદાજમાં લીધી લપસ્યાની મજા, જૂગાડ જોઈ તમને પણ બાળપણ યાદ આવી જશે
Children enjoyed the slide in desi style
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 1:10 PM
Share

જીવનમાં ખુશ રહેવાની અને ખુશ થવાની રીત, તેનો અર્થ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાક માટે શાંતિથી સવું હોઈ શકે છે તો કેટલાક માટે તે પોતાના મિત્રો સાથે સમય વિતાવવું હોઈ શકે છે. ત્યારે કેટલાક લોકો માટે, ખુશીનો અર્થ તેમના સપના સાકાર કરવા પણ હોઈ શકે છે, પરંતુ તે બધામાં સૌથી અલગ બાળકો છે જેઓ પોતે ખુશ રહેવા કંઈક શોધી લેતા હોય છે.

તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો (Viral Videos) સામે આવ્યો છે. જે જોયા પછી તમે પણ સમજી જશો કે ખુશ થવાનો કોઈ રસ્તો નહીં, પણ ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકોએ ભીની માટીને ઢોળાવમાં ફેરવી દીધી છે અને પછી તેઓ તેના પર સ્લાઈડનો આનંદ માણી (Funny Viral Videos) રહ્યા છે. બાળકોની આ ખુશી જોઈને તમને એક ક્ષણ માટે તમારું બાળપણ યાદ આવ્યું જ હશે.

આ વીડિયો IFS સુશાંત નંદા(IFS Sushant Nanda)એ પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયો સાથે આપવામાં આવેલા કેપ્શનમાં લખ્યું છે કે, ‘ખુશીનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું જ રસ્તો છે.’ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 3600થી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 500 લોકોએ રિટ્વીટ કર્યો છે. આ સાથે જ લોકોએ આ અંગે કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા (Social Media)પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે આ વીડિયો જોયા બાદ કોઈપણનો દિવસ શાનદાર બની શકે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે માત્ર ગામડાના લોકો જ આ પ્રકારની મજા માણી શકે છે, શાનદાર!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: Zero Budget Natural Farming: કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો ખાસ મેસેજ, જાણો તેના વિશે

આ પણ વાંચો: Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
g clip-path="url(#clip0_868_265)">