Shocking Animal Video : ઓહો…કૂતરાના શરીર પર લપેટાયો ‘વિશાળ અજગર’, માસૂમ બાળકોએ અજગરની હવા ટાઈટ કરી

ઝેરી સાપમાં કિંગ કોબ્રા (King Cobra) અને કરૈત જેવા સાપ ખૂબ જ ઝેરી હોય છે, જે કરડવાથી વ્યક્તિ મરી શકે છે. આ સિવાય અજગર પણ ઓછા ખતરનાક નથી. જો તે કોઈ જાનવરને તેની ચુંગાલમાં ફસાવે તો તેને છોડતો નથી, પરંતુ આ દિવસોમાં જે વીડિયો (Viral Video) સામે આવ્યો છે તેમાં ત્રણ માસૂમ બાળકોએ અજગરની હવા ટાઈટ કરી દીધી છે.

Shocking Animal Video : ઓહો...કૂતરાના શરીર પર લપેટાયો 'વિશાળ અજગર', માસૂમ બાળકોએ અજગરની હવા ટાઈટ કરી
Shocking viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:13 AM

પોતાના જીવ પર રમીને બીજાનો જીવ બચાવવો સરળ નથી. ખાસ કરીને જો તે નિર્દોષને બચાવવા વિશે હોય! પરંતુ આ દિવસોમાં એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે જે થોડો અલગ છે. કારણ કે અહીં કેટલાક બાળકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને અજગરથી કૂતરાનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. જો કે મોટા તુર્રમ ખાન અજગરને (Python) જોઈને પાછળ હટી જાય છે, પરંતુ અહીં ત્રણ છોકરાઓ પોતાના પાલતુ કૂતરાનો જીવ બચાવવા માટે અજગર સાથે અથડામણ કરી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિશાળકાય અજગર કૂતરાને (Dog Video) પોતાનો શિકાર બનાવવા માટે તેને પકડી લે છે. કૂતરો સંપૂર્ણપણે અજગરની પકડમાં છે. તે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ અજગર તેની પકડ વધુ મજબૂત બનાવે છે. શિકારીની પકડ એટલી મજબૂત હોય છે કે બિચારો કૂતરો ઈચ્છે તો પણ તેની પકડમાંથી મુક્ત થઈ શકતો નથી. આ દરમિયાન છોકરાઓની નજર તેના પર જાય છે અને તેઓ પોતાના પાલતુ કૂતરાનો જીવ બચાવવા માટે અજગર સાથે અથડામણ કરે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

અહીં જુઓ આ દિલધડક વીડિયો…..

એક બાળક પથ્થર ઉપાડે છે અને બીજો બાળક હાથમાં લાકડી લે છે. ત્રીજું બાળક પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકીને અને અજગરનું મોં દબાવીને કૂતરાને તેના ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કરે છે. પહેલા તેઓ લાકડી વડે સાપના માથા પર પ્રહાર કરે છે અને પકડ ઢીલી થતા જ સાપને હાથથી ખેંચીને કૂતરાથી દૂર લઈ જાય છે. કૂતરાએ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી અજગરથી દૂર ભાગી જાય છે.

આ વીડિયોને ટ્વિટર પર @_figensezgin નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી એક કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘આ બાળક ખરેખર બહાદુર છે. જેણે કૂતરાને અજગરથી બચાવ્યો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આજે અજગર પણ વિચારતો હશે કે તે ક્યાં ફસાઈ ગયો. ‘ અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘એક કૂતરાનો જીવ બચાવીને માનવતાનો દાખલો બેસાડ્યો છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">