OMG ! જાણો ક્યાં જોવા મળ્યું સૌથી કદરૂપું અને ભયાનક સમુદ્રી જીવ? જુઓ તસવીર

ઓસ્ટ્રેલિયાના માછીમારે ફેસબુક પર આ રહસ્યમય જીવની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'મને ખાતરી છે કે તે બ્લોબફિશ (blobfish) છે? આવી કદરૂપી માછલી મેં પહેલાં ક્યારેય પણ જોઈ નથી.

OMG ! જાણો ક્યાં જોવા મળ્યું સૌથી કદરૂપું અને ભયાનક સમુદ્રી જીવ? જુઓ તસવીર
Mysterious-Sea-Creature-found-in-Australia Image Credit source: Facebook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:46 PM

સમુદ્રની અંદર આવા અસંખ્ય જીવો છે, જેના વિશે હજુ સુધી રહસ્ય છે. જ્યારે આવા જીવો અચાનક જ દુનિયાની સામે આવે છે ત્યારે લોકો હેરાન થઈ જાય છે. હાલમાં દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયાના (Australia) ઊંડા પાણીમાં આવું જ એક વિચિત્ર જીવ (Rare Sea Creatures) જોવા મળ્યો હતો, જેને સૌથી કદરૂપી જીવ કહેવામાં આવે છે. આ જીવ દેખાવમાં પણ એકદમ ભયંકર લાગે છે. એક માછીમારે જેસન મોયેસે આ રહસ્યમય જીવને (Mysterious Creatures) સિડનીથી દક્ષિણમાં લગભગ 240 માઇલ દૂર તેના વતન બર્મગુઇના તટથી પકડ્યો હતો. ત્યારબાદ તેણે તરત જ આ વિચિત્ર જીવની તસવીરો લીધી અને તેને ફેસબુક પર શેર કરી. માછીમાર જેસને હવે આ જીવને ઓળખવામાં લોકોની મદદ માંગી છે, કારણ કે તે અને ચાર્ટર બોટના કપ્તાન બંનેને ખબર ન હતી તે આ જીવ શું હોય શકે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

માછીમાર જેસને આ તસવીર ફેસબુક પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘મને ખાતરી છે કે તે બ્લોબફિશ હોઈ શકે છે? આ માછલી બરમાગુઈના ઊંડા પાણીમાંથી પકડવામાં આવી છે. મેં આના જેવી કદરૂપી માછલી પહેલા ક્યારેય જોઈ નથી.’ વાયરલ થયેલી તસવીરમાં માછલી એક ધબ્બાદાર ગુલાબી અને ભૂરા રંગની દેખાય રહી છે. તેની આંખો તેના માથાની બાજુઓથી બહારની તરફ નીકળેલી છે. તેનું વિશાળ મોં આખા ચહેરાને ઘેરી લે છે. આ સાથે દાંત એકદમ તીક્ષ્ણ હોય છે. આ મહાકાય માછલી મોંની અંદર બીજી માછલીને ગળી જતી પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો

540 મીટરની ઊંડાઈમાંથી મળી માછલી

ન્યૂઝવીક સાથે વાત કરતા માછીમાર જેસને કહ્યું કે આ માછલીનું વજન 4 કિલો છે અને તે 540 મીટરની ઉંડાઈથી પકડવામાં આવી છે. હવે આ માછલીની તસવીર જોઈને નેટીઝન્સ હેરાન થઈ ગયા છે. લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો માછીમાર જેસન સાથે સહમત છે કે આ માછલી બ્લોબફિશ હોઈ શકે છે, જ્યારે ઘણા લોકોને આ મોનકફિશ અથવા ટોડફિશ લાગી રહી છે. પરંતુ કેટલાક યુઝર્સ આ વિશે ફની રીતે પણ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝર કહે છે કે આ માછલી ખરાબ સપના જેવી છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">