AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભગવાન પણ ક્યારેય બીમાર પડી શકે ? દર વર્ષે પંદર દિવસ માટે ખુદ જગન્નાથજી પણ થઈ જાય છે ક્વૉરન્ટાઈન !

અકળ લીલાઓ માટે પ્રસિદ્ધ જગન્નાથજી દર વર્ષે બીમાર પડે છે. એટલું જ નહીં, બીમારીના આ પંદર દિવસ દરમિયાન જગન્નાથજી એકાંતવાસમાં રહે છે. એટલે કે ખુદને જ ક્વૉરન્ટાઈન કરી દે છે !

શું ભગવાન પણ ક્યારેય બીમાર પડી શકે ? દર વર્ષે પંદર દિવસ માટે ખુદ જગન્નાથજી પણ થઈ જાય છે ક્વૉરન્ટાઈન !
15 દિવસ જગન્નાથજી થઈ જાય છે ક્વૉરન્ટાઈન !
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 8:58 AM
Share

ભક્તો બીમાર (bimar) પડે અને ભગવાન (bhagvan) તેમને સાજા કરે તેવી કથાઓ તો આપણે અનેકવાર સાંભળીએ છીએ. પણ, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ખુદ ભગવાન બીમાર પડી જાય અને ભક્તો તેમની સારવાર કરીને તેમને સાજા કરે ? વાત નવાઈ લાગે તેવી છે. પણ, અકળ લીલાઓ માટે પ્રસિદ્ધ જગન્નાથજી દર વર્ષે બીમાર પડે છે. એટલું જ નહીં, બીમારીના આ પંદર દિવસ દરમિયાન જગન્નાથજી એકાંતવાસમાં રહે છે. એટલે કે ખુદને જ ક્વૉરન્ટાઈન કરી દે છે !

કોરોના મહામારીના સમયે આપણને સૌને પરેશાન કરી દીધાં છે. આપણને ચિંતામાં મૂકી દીધાં છે. આપણને તો એમ પણ થાય કે શું ભગવાન આ બધું જોતા નહીં હોય ? અને જો જોતા હોય તો કંઈ કરતા કેમ નહીં હોય ? પણ, કહે છે કે ઋણાનુબંધને તો ખુદ ભગવાન પણ ટાળી શકતા નથી. મનુષ્ય હોય કે દેવ પ્રારબ્ધ તો દરેકને ભોગવવું જ પડે છે. અને કદાચ આ જ વાત સમજાવવા તો ભગવાન જગન્નાથજી દર વર્ષે ક્વૉરન્ટાઈન થઈ જાય છે.

જગન્નાથ પુરીની પ્રથા અનુસાર સ્નાનપૂર્ણિમાના રોજ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને 108 જલકુંભથી સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાન દરમિયાન પ્રભુ ખૂબ ભિંજાય છે. અને તેમના ભક્તોને પણ ભાવમાં ભિંજવે છે. પણ, કહે છે કે સ્નાનપૂર્ણિમાએ વધારે પલળી જવાથી પ્રભુને તો ઠંડી લાગી જાય છે ! પ્રભુને તાવ આવી જાય છે ! અને એટલે જ પ્રભુને તો જરૂર પડે છે સારવારની. અને આ સારવાર માટે જ ભગવાન તેમના ભક્તોથી થઈ જાય છે દૂર !

બીમારીના પંદર દિવસ જગન્નાથજી તેમના ભક્તોને દર્શન નથી દેતા ! આ પંદર દિવસ સુધી પ્રભુ એકાંતવાસમાં રહે છે. જેને આજની ભાષામાં આપણે કહીએ છીએ આઈસોલેશન. ભગવાન જ્યાં એકાંતવાસ કરે છે તે સ્થાન ‘અણસરગૃહ’ તરીકે ઓળખાય છે. આ અણસરગૃહ એ આજના ક્વૉરન્ટાઈન જેવું જ હોય છે. કારણ કે ત્યાં મુખ્ય પૂજારીઓ સિવાય કોઈને પણ પ્રવેશ નથી અપાતો. આ પૂજારીઓ અણસરગૃહમાં એક શિશુની જેમ પ્રભુની સંભાળ રાખે છે ! પ્રભુ જગન્નાથજી ક્વૉરન્ટાઈનમાં હોય છે ત્યારે એક નવજાતની જેમ જ તેમનું ધ્યાન રાખવું પડે છે. તેમને વિવિધ પ્રકારના કાઢા પીવડાવવામાં આવે છે. ઔષધો મિશ્રિત ભોગ લગાવવામાં આવે છે. જેથી પ્રભુ ઝડપથી સાજા થઈ ભક્તોને દર્શન દેવા નિજ મંદિરે પહોંચી જાય.

જગન્નાથ પ્રભુના બીમાર પડવાની ઘટના મૂળે તો પુરીના શ્રીમંદિર સાથે જોડાયેલી છે. અને તેને પગલે જ ભારતમાં જ્યાં જ્યાં જગન્નાથ પ્રભુના મંદિર આવેલાં છે ત્યાં ત્યાં આ પ્રથા જોવા મળે છે. પુરીજગન્નાથમાં તો અણસરગૃહમાં રહેલાં પ્રભુને વિશેષ ઔષધીઓ પ્રદાન કરવામાં આવે છે. પ્રભુનું શરીર ગરમ રહે તે માટે તેમને ‘ફૂલરી’ તેલની માલિશ કરવામાં આવે છે. નિત્ય અન્નકૂટ ધારણ કરનારા જગન્નાથ ક્વૉરન્ટાઈન દરમિયાન ખૂબ જ હળવું ભોજન ગ્રહણ કરે છે. તેમને ફળોનો ભોગ લગાવવામાં આવે છે. એટલું જ નહીં, ઈલાયચી, લવિંગ, કાળા મરી, જાયફળ અને તુલસી મિશ્રિત ઉકાળો પીવડાવવામાં આવે છે. બલભદ્રજી અને સુભદ્રાજીને પણ આ જ પ્રમાણે સારવાર પ્રદાન કરવામાં આવે છે.

બીમારીના 15 દિવસ પ્રભુ જગન્નાથ સિંહાસન પર નથી બેસતા ! તેમને રાજસી વસ્ત્રો પણ ધારણ નથી કરાવાતા. પ્રભુને આરામ મળે તે માટે હળવા વસ્ત્રો પહેરાવામાં આવે છે. કહે છે કે આ પંદર દિવસ તો મંદિરમાં કોઈ ઘંટ પણ નથી વગાડતું. આ દરમિયાન પુરી દર્શનાર્થે આવનારા ભક્તો ભગવાનને તેમના કષ્ટ પણ નથી કહેતા ! તેઓ નથી ઈચ્છતા કે પ્રભુ તેમના દુઃખ સાંભળીને દુઃખી થાય. અને તેમને સાજા થવામાં વિલંબ થાય. બીજી તરફ ઝારખંડના બોકારો જિલ્લામાં આવેલાં એક જગન્નાથ મંદિરમાં તો આ પંદર દિવસ પણ ભક્તોની ભીડ જોવા મળે છે. આ દિવસો દરમિયાન ભક્તો ઔષધીઓ સાથે મંદિર પહોંચે છે. અને પ્રભુને તે અર્પણ કરી તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના અભિવ્યક્ત કરે છે.

g clip-path="url(#clip0_868_265)">