મહેનત વિના બ્રશ કરવાનો ગજબ જુગાડ, Viral Video જોઈ તમે પણ હસીને થઈ જશો લોટપોટ

આ શખ્સને બ્રશ કરવા માટે હાથની સખત મહેનતની જરૂર પડે છે, કારણ કે હાથને હલાવ્યા વિના, બ્રશ બરાબર થઈ શકતું નથી. આ મહેનતથી બચવા માટે એક વ્યક્તિએ ખતરનાક જુગાડ (Jugaad) અપનાવ્યો છે. તમે ભાગ્યે જ કોઈને આ રીતે બ્રશ કરતા જોયા હશે.

મહેનત વિના બ્રશ કરવાનો ગજબ જુગાડ, Viral Video જોઈ તમે પણ હસીને થઈ જશો લોટપોટ
Funny Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 10, 2022 | 9:39 AM

જો કે સોશિયલ મીડિયા પર દરરોજ હજારો પ્રકારના વીડિયો વાયરલ (Viral Video)થાય છે, પરંતુ કેટલીકવાર આવા કેટલાક વીડિયો પણ જોવા મળે છે, જે ખૂબ જ ફની હોય છે અને તેને જોવાથી દિવસ બની જાય છે. આવો જ એક વીડિયોએ આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર ધૂમ મચાવી છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. આમાં એક માણસ અનોખી રીતે દાંત સાફ કરતો જોવા મળે છે. બ્રશ કરવા માટે હાથની સખત મહેનતની જરૂર પડે છે, કારણ કે હાથને હલાવ્યા વિના, બ્રશ બરાબર થઈ શકતું નથી. આ મહેનતથી બચવા માટે એક વ્યક્તિએ ખતરનાક જુગાડ અપનાવ્યો છે. તમે ભાગ્યે જ કોઈને આ રીતે બ્રશ કરતા જોયા હશે.

તમે રોજ દાંત સાફ કરતા જ હશો, પણ આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે આવી રીતે કોણ બ્રશ કરે છે ભાઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ બંદૂકની ટોચ પર બ્રશ ફીટ કર્યું છે અને ટ્રિગર દબાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બ્રશ આગળ પાછળ થઈ રહ્યું છે. એ જ રીતે, તે આગળના દાંતને પણ બ્રશ કરે છે અને અંદરના દાંતને પણ બ્રશ કરવા માટે આ અનોખી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

વીડિયોમાં બંદૂકના ટ્રિગરનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. એવું લાગે છે કે તે વાસ્તવિક બંદૂકનો ઉપયોગ કરી રહ્યો છે. જો એમ હોય, તો તે ખૂબ જ આશ્ચર્યજનક છે. જો કે આ વીડિયો પણ એકદમ ફની છે, કારણ કે સામાન્ય રીતે કોઈ આ રીતે બ્રશ કરતું નથી. આ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 59 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે આ વીડિયોને ‘અવિશ્વસનીય’ ગણાવ્યો છે તો કેટલાક હસીને લોટપોટ થઈ ગયા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati