Viral Video : લગ્નમાં દુલ્હને સ્વૈગ સાથે કરી શાનદાર એન્ટ્રી, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

આ દિવસોમાં દુલ્હનનો એક સ્વૈગ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video : લગ્નમાં દુલ્હને સ્વૈગ સાથે કરી શાનદાર એન્ટ્રી, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
Bride video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:48 PM

Viral Video :  ભારતીય લગ્ન સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)  પર અવારનવાર વાયરલ થતા રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દુલ્હા-દુલ્હનને (Groom-Bride) સંબંધિત વીડિયોને ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આ પ્રકારના વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે.

દુલ્હનનો સ્વૈગ જોઈને મહેમાનો દંગ રહી ગયા

જેમાં કેટલાક વીડિયોમાં દુલ્હન અને દુલ્હનની ક્યૂટ મોમેન્ટ, તો ક્યારેક દુલ્હનની એન્ટ્રી લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે.તાજેતરમાં આવો જ એક મજેદાર વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.શું તમે ક્યારેય કોઈ દુલ્હનને ગાડીની ઉપર બેઠેલી જોઈ છે ? જી હા. તમને જાણીને આશ્વર્ય થશે પરંતુ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જેમાં એક દુલ્હન પોતાના લગ્નના દિવસે ફોર વ્હીલરના બોનેટ પર બેસીને લગ્નમાં (Wedding) ધમાકેદાર એન્ટ્રી કરે છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

જુઓ વીડિયો

શાનદાર વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજા સ્ટેજ પર દુલ્હનની રાહ જોઈ રહ્યા છે. તે સમયે ખૂબ જ ફિલ્મી અંદાજમાં દુલ્હનની એન્ટ્રી થાય છે. તે ગાડીના બોનેટ પર બેઠેલી જોવા મળે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી સોંગ વાગી રહ્યુ છે.આ સાથે જ દુલ્હન ડાન્સ કરતી પણ જોવા મળે છે. આ દુલ્હનનો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી witty_wedding નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે

આ પણ વાંચો : Viral Video : પોતાના લગ્નને દિવસે લેપટોપ લઇને ઓફિસનું કામ કરતી જોવા મળી દુલ્હન

g clip-path="url(#clip0_868_265)">