Video : લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ ! લોકો એ કહ્યુ “એક શાદી ઐસી ભી”
આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમને દુલ્હા-દુલ્હનનો અલગ અંદાજ જોવા મળશે.
Funny Video: આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. લગ્નના ઘણા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હોય છે, જેમાં કેચલાક વીડિયો ખુબ રમુજી (Funny Video) હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને પણ નવાઈ લાગશે.
લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ
સામાન્ય રીતે લગ્નમાં ક્યારેક ધાર્મિક વિધિઓ ખૂબ સમય માંગી લે છે, જેનાથી વર અને કન્યા કંટાળી જાય છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે. પરંતુ આ વર અને કન્યા ગજબની તરકીબ કરે છે,લગ્નની વિધિ દરમિયાન આ યુગલ (Couple) તેમના ફોનમાં વિડીયો ગેમ્સ Free Fire રમીને તેમનો મોટાભાગનો સમય વિતાવે છે.આ લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, વર અને કન્યા લગ્નના પોશાકમાં જોવા મળી રહ્યા છે, જેમાં રસપ્રદ બાબત એ છે કે વર અને કન્યા બંને તેમના મોબાઈલ ફોન પર ગેમ રમવામાં (Game) વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જેને જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.
જુઓ વીડિયો
View this post on Instagram
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર official_niranjanm87 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે,સાથે તેમણે કેપ્શનનમાં લખ્યુ હતુ કે, ” દંપતી Free Fireની ગેમ રમી રહ્યુ છે”આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ (Comments)પણ આપી રહ્યા છે.