Video : આ બાળક તો તુર્કીના રાષ્ટ્રપતિ કરતા ઝડપી નિકળ્યો, ટનલનું ઉદ્ઘાટન કરે તે પહેલા બાળકે જ રિબીન કટ કરી નાખી !
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ટનલના ઉદ્ઘાટન (Tunnel Inaugration)માટે એક ખાસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પરંતુ ઉદ્ઘાટન પહેલા કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ હસવુ આવશે.
Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને આશ્વર્ય થાય છે, જ્યારે કેટલાક વીડિયો (Funny Video)એવા હોય છે જે જોઈને ખુબ હસવુ આવે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
ઉદ્ઘાટન પહેલાં જ બાળકે રિબીન કટ કરી નાખી
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તુર્કીના રાષ્ટ્રપતિ (Turki President) એક ટનલનું ઉદ્ઘાટન કરવા માટે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપે છે, તે દરમિયાન કંઈક એવુ થાય છે જે જોઈને લોકોને ખુબ હસવુ આવે છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે ઘણા બાળકો પણ હાજર હતા, તે દરમિયાન રાષ્ટ્રપતિ એર્દોન રિબીન કાપીને જે ટનલનું ઉદ્ઘાટન (Tunnel Inaugration) કરવાના હતા તે પહેલા જ એક બાળક રિબીન કટ કરી નાખે છે, ત્યાર બાદ રાષ્ટ્રપતિ બાળકને પ્રેમથી માથા પર હાથ મુકીને વ્હાલ કરતા જોવા મળે છે.આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
A boy cut a ribbon during the opening ceremony for a highway tunnel in Turkey. That wasn’t such a big deal in itself, but that job had been reserved for Turkey’s president Tayyip Erdogan pic.twitter.com/dk0cNj3Yrp
— Reuters (@Reuters) September 5, 2021
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર પ્લેટફોર્મ ટ્વિટર Reuters પરથી શેર કરવામાં આવ્યો છે,જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, “બાળકે રિબીન કાપી નાખી એમાં કોઈ મોટી વાત નથી, પરંતુ આ ઉદ્ઘાટન તૂર્કીના રાષ્ટ્રપતિ ડિઝર્વ કરતા હતા.”આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને (Video) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ “આને કહેવાય અસલી ઉદ્ઘાટન”. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Video : ચાલતી કારમાં સ્ટાઈલ મારી રહ્યા હતા છોકરાઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !
આ પણ વાંચો: Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !