Viral Video : બાળકને જન્મદિવસમાં મળ્યો મોબાઈલ ફોન, વીડિયોમાં બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો !
તાજેતરમાં એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકને જન્મદિવસની ભેટમાં મોબાઈલ ફોન મળે છે, આ બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જાશો.
Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટવાક વીડિયો એવા હોય છે જે પોસ્ટ થતાની સાથે જ ઈન્ટરેન્ટ પર છવાઈ જતા હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો
સામાન્ય રીતે બાળકોને મોબાઈલ ફોનનો ખુબ શોખ હોય છે, એમાં પણ જો જન્મદિવસે મોબાઈલ ભેટના સ્વરૂપમાં મળી જાય તો બાળકની ખુશીનો આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે માતા તેના બાળકને જન્મદિવસે મોબાઈલ ફોન (Mobile Phone) ભેટ તરીકે આપે છે, જે બાદ બાળકનું રિએક્શન જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
જુઓ વીડિયો
Let’s Call The Day With This Beautiful Video Of A Mother Gifting Her Special Kid A Mobile Phone On His Birthday….
The Smile And Reaction On Kids Face…❤❤ pic.twitter.com/cUZfS0ApFI
— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) September 7, 2021
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા બાળક ભેટ અંગે પુછપરછ કરે છે, બાદમાં ભેટ ખોલતા જ તે ખુશ થઈ જાય છે, બાળકની પ્રતિક્રિયા જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેને મોબાઈલ ફોન ખુબ પસંદ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ @ Hatindrasingh પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, “આ સુંદર વીડિયો જોઈને તમારો દિવસ પણ સુધરી જશે.”
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં મોટાભાગના યુઝર્સ આ ખાસ બાળકને જન્મદિવસની શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 90,000થી વધુ લાઈક્સ મળી છે.
જુઓ લોકોની પ્રતિક્રિયા
Brought tears to my eyes and smile to my face
— Manu Sebastian (@manuvichar) September 7, 2021
Special kids being so special, they have emotions like an ocean, never fake. The love they pour on people is unconditional unlike the world who discriminate these kids. It’s a blessing if you can be part of their life. It’s people’s disability who can’t see how capable they are
— Sona (@emojhunka) September 7, 2021
This is what we call happiness.. This boys happiness is real and genuine, same for his mother and other family.. He is really special because he knows how to be happy and enjoy the feeling of happiness.. After a long time seen some one actually happy.. God bless him
— ParnabSC (@parnab_sc) September 8, 2021
આ પણ વાંચો: Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !
આ પણ વાંચો: Video : ચાલતી કારમાં સ્ટાઈલ મારી રહ્યા હતા છોકરાઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !