Funny Video: આજકાલ બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો (Stunt) ચસ્કો જોવા મળે છે. ઈન્ટરનેટ પર અવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક ખતરનાક સ્ટંટ જોઈને યુઝર્સ (Users) પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.એવુ કહેવામાં આવે છે કે માણસનું જીવન ખુબ અમુલ્ય છે, તેને વેડફવુ ન જોઈએ. પરંતુ કેટલાક યુવાનો ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સામાન્ય રીતે ખતરનાક સ્ટંટ કરતા પહેલા પ્રેકટિસની જરૂર પડે છે, પરંતુ પ્રખ્યાત થવા માટે કેટલાક યુવાનો કોઈ પણ પ્રેક્ટિસ વગર ખતરનાક સ્ટંટનું આંધળુ અનુકરણ કરતા જોવા મળે છે, જેને કારણે તેણે ઘણીવાર જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્કૂટી (Scooty Stunt) ચલાવતો એક યુવાન પેટ્રોલ પંપ પર પહોંચે છે અને લોકોને જોઈને સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં જ તેની સ્કૂટીનું સંતુલન બગડી જાય છે અને તે સ્કૂટી સહિત પડી જાય છે. જોકે, સદ્દનસીબે તે સાઈડથી વાહન ન આવતા હોવાને કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો.
View this post on Instagram
આ સ્ટંટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી arbaaz1786 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સ એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, આ યુવક હવે સ્ટંટ કરતા પહેલા સો વખત વિચાર કરશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, એ બંદા ખતરો કા ખેલાડી હૈ.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video: અનોખી BMW કારમાં લોંગ ડ્રાઈવ પર નીકળી બકરી, જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થયા