Russia Ukraine War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને યુક્રેનમાંથી બહાર કાઢવાની તૈયારીમાં USA અને UK, લિથુઆનિયામાં 150 નેવી સીલ કમાન્ડો તૈનાત
યુક્રેનના રાષ્ટ્રપતિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના સમાચાર ઝેલેન્સકીએ યુએસ પ્રમુખ જો બિડેન સાથે સુરક્ષા, નાણાકીય સહાય અને રશિયા સામેના પ્રતિબંધો ચાલુ રાખવાની ચર્ચા કર્યા પછી આવ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) શરૂ થયાને 11 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન એવી પણ માહિતી મળી હતી કે એક સપ્તાહની અંદર રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની (Volodymyr Zelensky) ત્રણ વખત હત્યાનો પ્રયાસ કર્યો છે. દરેક વખતે યુક્રેનિયન દળો દ્વારા તેને નિષ્ફળ કરવામાં આવ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિને બહાર કાઢવા માટે અમેરિકા અને બ્રિટને સાથે મળીને લિથુઆનિયામાં તેમના કમાન્ડો તૈનાત કર્યા છે. આ ઓપરેશન માટે યુએસએ 150 નેવી સીલ કમાન્ડો અને બ્રિટને લિથુઆનિયામાં 70 એર સર્વિસીસ તૈનાત કરી છે. અમેરિકા દરેક કિંમતે ઝેલેન્સકીને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન અને અમેરિકાના સૈનિકો યુક્રેનના રાષ્ટ્રપતિને બચાવવા માટે એક વિશેષ મિશનની યોજના બનાવવા માટે લિથુઆનિયામાં સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. રશિયન સ્પેટ્સનાઝ સ્પેશિયલ ફોર્સ ઝેલેન્સકીને નિશાન બનાવી રહી છે. જે યુક્રેન અત્યાર સુધીમાં આવા ત્રણ મિશનને નિષ્ફળ કરી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે ઝેલેન્સકીએ થોડા દિવસો પહેલા પોતાને યુક્રેનમાંથી બહાર કાઢવાની ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તેને દારૂગોળાની જરૂર છે.
ઝેલેન્સકીની સુરક્ષાને લઈને એલર્ટ
બંને દેશો વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની સુરક્ષાને લઈને સતત એલર્ટ છે. થોડા દિવસો પહેલા રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ દેશ છોડીને પોલેન્ડ ગયા છે. જોકે, યુક્રેને રશિયાના આ દાવાને ફગાવી દીધો હતો. મીડિયામાં આ સમાચાર ફેલાતાં જ ઝેલેન્સકી દેખાયા અને કહ્યું કે યુક્રેન એક છે. અંતિમ શ્વાસ સુધી રશિયન સૈનિકો સાથે લડશે.
ઝેલેન્સકીએ અમેરિકાને કરી અપીલ
યુક્રેનના રાષ્ટ્રપતિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના સમાચાર ઝેલેન્સકીએ યુએસ પ્રમુખ જો બિડેન સાથે સુરક્ષા, નાણાકીય સહાય અને રશિયા સામેના પ્રતિબંધો ચાલુ રાખવાની ચર્ચા કર્યા પછી આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, તેમના દેશના અસ્તિત્વ માટે લડતા, યુ.એસ.ને વધુ ફાઇટર જેટ મોકલવા, રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવાની અપીલ કરી છે, જેથી તેમનો દેશ રશિયન લશ્કરી કાર્યવાહીનો સામનો કરી શકે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તેની કોઈ માહિતી નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે.
આ પણ વાંચો : Exclusive: યુક્રેનના મંત્રીએ TV9 ને કહ્યું ‘દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ, રાજધાની કિવમાં બોમ્બનો વરસાદ’