શાનદાર સ્કેટિંગ : આંખની રોશની વગર શાનદાર સ્કેટિંગ કરતા આ યુવકનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

આ દિવસોમાં એક શાનદાર વીડિયોએ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ છે. જેમાં આંખની રોશની વગર એક યુવક જે રીતે સ્કેટિંગ કરી રહ્યો છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

શાનદાર સ્કેટિંગ : આંખની રોશની વગર શાનદાર સ્કેટિંગ કરતા આ યુવકનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
Blind man skating video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 2:28 PM

Viral Video : સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જો મનમાં શ્રદ્ધા અને હિંમત હોય તો વ્યક્તિ જીવનની દરેક મુશ્કેલીને પાર કરી લે છે, એટલે કે જીવનમાં સફળતા મેળવવા માટે હિંમત હોવી જરૂરી છે. તે આપણી અંદરની શક્તિને વધારે છે અને લક્ષ્ય (Goal) સુધી પહોંચવા માટે પ્રેરિત કરે છે. તમે આવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે, જેઓ અંધ છે, એટલે કે તેઓ જોઈ શકતા નથી, પરંતુ તેમની હિંમતથી જીવનમાં આગળ વધી રહ્યા છે. આવા જ એક વ્યક્તિનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media)  પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકનુ ટેલેન્ટ જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

અંધ વ્યક્તિને સ્કેટિંગ કરતા જોયા છે ?

તમે લોકોને સ્કેટિંગ કરતા જોયા જ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેને શીખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. શું તમે કોઈ અંધ વ્યક્તિને સ્કેટિંગ કરતા જોયા છે ? જી હા તમને જાણીને આશ્વર્ય થશે, પણ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અંધ વ્યક્તિ સ્કેટિંગ કરતી વખતે અદ્ભુત સ્ટંટ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેણે હાથમાં લાકડી પણ જોવા મળે છે, જેની મદદથી તે સ્કેટિંગ કરી રહ્યો છે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

જુઓ વીડિયો

મજેદાર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ મજેદાર વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ કે, ‘આંખોમાં રોશની નથી. પરંતુ નસીબ તેને સ્કેટબોર્ડિંગ કરતા રોકી શક્યું નહીં. જીવનમાં તમને જે જોઈએ છે તેના માટે એટલો સંઘર્ષ કરો કે નસીબ પણ ઘૂંટણિયે પડી જાય.આ વીડિયો હાલ યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ છે, ‘વન્ડરફુલ આર્ટ ડિસ્પ્લે’, જ્યારે અન્ય ઘણા યુઝર્સે આ યુવકની હિંમતની પ્રશંશા કરી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO : આ બિલાડીએ સીડી પરથી ઉતરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

g clip-path="url(#clip0_868_265)">