OMG: આ વ્યક્તિએ માત્ર 68 દિવસમાં તેના પુત્ર માટે બનાવી લાકડાની શાનદાર કાર, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

આ શાનદાર વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે 'પિતાના પ્રેમ અને કૌશલ્ય દ્વારા માત્ર 68 દિવસમાં બનેલી લાકડાની કાર... પુત્ર માટે ખાસ ભેટ...'

OMG: આ વ્યક્તિએ માત્ર 68 દિવસમાં તેના પુત્ર માટે બનાવી લાકડાની શાનદાર કાર, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
wooden car video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 12:46 PM

Viral Video: દુનિયામાં દરેક સંબંધ પોતાનામાં ખાસ અને અલગ હોય છે. જેમ માતા અને બાળક વચ્ચે સંબંધ હોય છે, તેવી જ રીતે પિતા અને બાળક વચ્ચેનો સંબંધ પણ અલૌલિક હોય છે, જે વિશ્વમાં સૌથી વિશેષ છે. ખાસ કરીને જ્યારે પિતા અને પુત્રની (Father-Son) વાત આવે છે તો એવું કહેવાય છે કે પિતાનો સૌથી નજીકનો મિત્ર તેનો પુત્ર હોય છે, જે તેની જરૂરિયાતોને સમજે છે અને તેને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ અનોખા સંબંધ સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લાકડાની કાર જોઈને સૌ કોઈ દંગ રહી ગયા

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતાએ કેવી રીતે તેમના પ્રેમ અને અજોડ કુશળતાને જોડીને એક અદ્ભુત કાર બનાવી છે, જેની મોટાભાગના લોકો કલ્પના પણ કરી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ કાર ચાલે પણ છે. વીડિયોમાં તમે કારને રસ્તા પર ફરતી પણ જોઈ શકો છો.

Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?

કારને જોઈને એવુ નથી લાગતુ કે તે લાકડાની બનેલી છે, આ કાર અસલી બાકીની કાર જેવી જ લાગી રહી છે. આ કારને બનાવવામાં જે પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના વિશે ભાગ્યે જ સામાન્ય લોકો વિચારી શકે છે. આ શાનદાર વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ અદભૂત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે, ‘પિતાના પ્રેમ અને અજોડ કૌશલ્યના સંયોજનથી માત્ર 68 દિવસમાં બનેલી લાકડાની કાર. પુત્ર માટે ખાસ ભેટ…’ આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા દ્વારા પિતાની આ ભેટને ખૂબ જ અદ્ભુત ગણાવી છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ સુંદર. માતા-પિતાનો પ્રેમ એ વિશ્વની શ્રેષ્ઠ ભેટ છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, શાનદાર…કાર. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘નેક્સટ લેવલની ક્રિએટીવિટી’

g clip-path="url(#clip0_868_265)">