AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ચકલી પર પણ ચડ્યું Pushpaનું ભૂત, શ્રીવલ્લી ગીત પર જૂઓ જબરદસ્ત ડાન્સ

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક પક્ષીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાના શ્રીવલ્લી (Srivalli Song) ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Funny Video: ચકલી પર પણ ચડ્યું Pushpaનું ભૂત, શ્રીવલ્લી ગીત પર જૂઓ જબરદસ્ત ડાન્સ
bird dancing on pushpa srivalli song
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 8:36 AM
Share

અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા (Pushpa) લોકોના દિલો-દિમાગમાં એટલી છવાઈ ગઈ છે કે તે ઉતરવાનું નામ નથી લઈ રહી. તેના ડાયલોગ્સ અને ગીતો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જો કે આ ફિલ્મને રિલીઝ થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ લોકોનું મન આ ફિલ્મ અને તેના ગીતોથી ભરવાનું નામ નથી લઈ રહ્યું. ખાસ કરીને શ્રીવલ્લી (Srivalli Song) ગીત લોકોને એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર સતત રીલ અને વીડિયો (Viral Video) બનાવવામાં આવી રહ્યા છે. આ ગીતનું ભૂત માણસોની સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ પર પણ ચઢી ગયું છે. થોડા મહિનાઓ પહેલા એક ચિમ્પાન્ઝીનો એક વીડિયો વાયરલ થયો હતો, જે શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતો (Dance on Srivalli Song) જોવા મળ્યો હતો અને હવે પક્ષીઓ પણ આ ગીતના ચાહક બની ગયા છે.

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર આજકાલ એક પક્ષીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શ્રીવલ્લી ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે બેકગ્રાઉન્ડમાં શ્રીવલ્લી ગીત વગાડીને ડાન્સિંગ સ્ટાઈલમાં તેના પગ અને શરીરને આગળ પાછળ ખસેડી રહી છે. તેના સ્ટેપ્સ જોઈને એવું નથી લાગતું કે તે આ ગીત પર ડાન્સ નથી કરી રહી. આ વિડિયો જોયા પછી તમને આશ્ચર્ય થશે કે એક પક્ષી આટલો પરફેક્ટ ડાન્સ કેવી રીતે કરી રહ્યું છે. તેના સ્ટેપ્સ, તેની ચાલ એકદમ અદ્દભુત છે.

વીડિયો જુઓ….

રામાયણ સિરિયલમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણની ભૂમિકા ભજવનારા અભિનેતા સુનીલ લાહિરીએ આ અદભૂત વીડિયો પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે. વિડિયો શેયર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘લાગે છે કે દુનિયામાં કંઈ જ અશક્ય નથી. જરા આ પક્ષીને જુઓ….પુષ્પા ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહી છે. આ સાથે વીડિયોમાં પક્ષી વિશે પણ લખવામાં આવ્યું છે કે, ‘લાગે છે આ પણ પુષ્પા ફિલ્મ જોઈ છે’.

માત્ર 18 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘પક્ષીએ પુષ્પા ફિલ્મ ખૂબ જ ધ્યાનથી જોઈ હોય તેવું લાગે છે, એટલા માટે ડાન્સ સ્ટેપ્સ સમાન છે’, જ્યારે અન્ય ઘણા યુઝર્સે પક્ષીના ડાન્સની કોમેન્ટ કરી અને પ્રશંસા કરી.

આ પણ વાંચો:  Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો:  Funny Video: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફની હોલિડે લેટર, તસવીર જોઈને તમને પણ યાદ આવશે બાળપણ

g clip-path="url(#clip0_868_265)">