AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Stunt Video : દાદાએ રસ્તાની વચ્ચે બતાવ્યો રાઇડર જેવો ખતરનાક સ્ટંટ, લોકોએ કરી કેટલીક ફની કોમેન્ટ

Stunt Shocking Video : સોશિયલ મીડિયા પર એક વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ખૂબ જ ઝડપે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તે પ્રોફેશનલ રાઇડરની જેમ સ્ટંટ પણ કરી રહ્યો છે. જેને જોઈને કોઈપણ યુવક એકીટશે જોતા જ રહી જશે.

Bike Stunt Video : દાદાએ રસ્તાની વચ્ચે બતાવ્યો રાઇડર જેવો ખતરનાક સ્ટંટ, લોકોએ કરી કેટલીક ફની કોમેન્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:52 AM
Share

લોકો પોતાને લોકપ્રિય બનાવવા માટે ઘણું બધું કરતાં હોય છે અને સોશિયલ મીડિયાના આગમનથી તો આ કામ ખૂબ જ સરળ બની ગયું છે. સ્ટંટ વીડિયો તમારા વીડિયોને હિટ બનાવવા માટે એક સારી રીત છે. કેટલાક લોકો પોતાના વીડિયો અને ફોટો પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે આવા ખતરનાક સ્ટંટને અંજામ આપે છે, જેને જોયા પછી કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય છે, પરંતુ આ ક્રેઝ માત્ર યુવાનોમાં જ નથી પરંતુ વૃદ્ધોમાં પણ છે. ક્યારેક આવા ખતરનાક સ્ટંટ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો :  Shocking Stunt Viral Video: વ્યસ્ત રોડ પર સ્ટંટ કરવુ ભારે પડયુ, ગણતરીની ક્ષણોમાં જ તેને ભૂલ સમજાઈ ગઈ

દાદાએ યુવાનોને પણ શરમાવે તેવો કર્યો ખતરનાક સ્ટંટ

કહેવાય છે કે ઉંમર કોઈ પણ વસ્તુનું માપ નક્કી કરતી નથી. તમારે ફક્ત હૃદયથી ખુશ રહેવાનું છે અને તમે તે બધું જ કરી શકો છો જે એક યુવાન કરે છે, તમારી જાતને ઉંમરની સંખ્યામાં કેદ કરવી યોગ્ય નથી, જેઓ આવું કરે છે તેઓ તેમની જીંદગી મુક્તપણે જીવી શકતા નથી. પરંતુ જે લોકો ઉમરની સીમામાંથી બહાર આવીને પોતાનું જીવન જીવે છે, તેઓ માત્ર ખુશ જ નથી રહેતા પરંતુ આસપાસના લોકોને પણ ખુશ રાખે છે. આ વાત એક વૃદ્ધ વ્યક્તિએ સાબિત કરી છે જે મોટરસાઇકલ પર ખુશીથી સ્ટંટ કરતા જોવા મળે છે.

અહીં, વીડિયો જુઓ

વાયરલ વીડિયોમાં દાદા યુવાનોની જેમ જ રાઈડની મજા લેતા જોવા મળે છે. તે માત્ર તેજ ગતિએ બાઇક ચલાવતો નથી, પરંતુ તે બંને હાથ હેન્ડલ પરથી લઈ લે છે અને ક્યારેક બાઇક પર કૂદતા જોવા મળે છે. એટલું જ નહીં સીટ પરથી કૂદતી વખતે તે પોતાના બંને હાથ હવામાં હલાવવા લાગે છે. તેમને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ટીનેજ છોકરો સાઈકલ પર મસ્તી કરી રહ્યો હોય. તેને આ રીતે જોયા બાદ જ્યાં કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો ત્યાં ઘણા લોકો એવા પણ છે જે તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર aisahebh_official_07 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 1.75 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ ઉંમરે પણ તેની એનર્જી પ્રો લેવલ પર છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘જો દાદા આકસ્મિક રીતે પડી જાય તો તે બાકીનું જીવન પથારી પર વિતાવશે.’ યુઝર્સે પોતાનો પ્રતિભાવ કોમેન્ટ્સ કરીને આપ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">