આ દિવસોમાં યુવાનોના માથા પર સ્ટંટ અને ખતરો કે ખેલાડી બનવાનો ક્રેઝ છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. ઘણી વખત રસ્તાઓ પર સ્ટંટ કરતી વખતે યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મુકે છે. વાહનો પર સ્ટંટ કરતી વખતે તે અકસ્માતનો ભોગ બનતો જોવા મળે છે. સાથે જ અનેક સ્ટંટ વીડિયો વાયરલ થતા પોલીસ તેની જાણકારી મેળવી લઈને પોલીસ તે વતી કાર્યવાહી કરીને ચલણ પણ કાપવામાં આવે છે.
આ પણ વાચો: Viral Video : લાઈવ મેચમાં ઉડ્યા હેલમેટ, ચશ્મા અને ટોપી મેદાન છોડી ભાગ્યા ખેલાડીઓ
અકસ્માતોની સાથે-સાથે પોલીસ દ્વારા ચલણનો ડર પણ આજકાલ સ્ટંટમેનોને અસર કરી રહ્યો નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનો હોવાની જાણકારી મળી રહી છે. જેમાં એક વ્યક્તિ રામપુરની સડકો પર પુરપાટ ઝડપે બાઈક ચલાવીને સ્ટંટ કરતો જોવા મળે છે. આ જોઈને રામપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સ્ટંટ કરનાર યુવકની બાઈક કબજે કરી તેની ધરપકડ કરી હતી.
वीडियो रामपुर उत्तर प्रदेश का है, जहाँ इस युवक को फिल्मी स्टाइल में बाइक पर स्टंट करना पड़ा भारी, पुलिस ने गिरफ्तार कर काटा 9100 रुपए का चालान। pic.twitter.com/Nu4KQPOE6P
— Anand Kalra ( सनातनी ) (@anandkalra69) March 16, 2023
મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈક પર પૂરપાટ ઝડપે ચાલી રહ્યો હતો, ત્યારે એક યુવક હાથ હલાવીને સ્ટંટ કરી રહ્યો હતો. જે દરમિયાન તેના પાર્ટનરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે વાયરલ થયા બાદ યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમની સામે કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. જે બાદ, કાર્યવાહી કરતી વખતે, પોલીસે યુવકની ધરપકડ કરી અને તેના પર 9,100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
#एसपी_रामपुर के निर्देशन में थाना अजीमनगर #RampurPolice द्वारा बाइक पर स्टंट करने पर रिपोर्ट दर्ज कर कार्यवाही ।#UPPolice #UPPInNews #RampurPoliceInNews pic.twitter.com/lU8Be6voCk
— Rampur police (@rampurpolice) March 16, 2023
હાલ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકનો વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેને લાખો યુઝર્સે જોયો છે અને રોડ પર બેદરકારીપૂર્વક બાઇક ચલાવવા બદલ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. યુઝર્સનું કહેવું છે કે આ રીતે સ્ટંટ કરવાને કારણે દરરોજ અનેક મોટા અકસ્માતો થાય છે. જેનો ભોગ બનીને સામાન્ય લોકો વારંવાર મોતના મુખમાં સમાઈ જાય છે.