Bappi Lahiri Last Rites : બપ્પી લહેરીનો પાર્થિવ દેહ આજે પંચમહાભુતમાં વિલીન થશે, પાર્લે સ્મશાન ગૃહ ખાતે થશે અંતિમ સંસ્કાર

અક્ષય કુમારથી લઈને અજય દેવગણ, અનુપમ ખેરથી લઈને રાકેશ રોશન અને બીજા ઘણા બધા સ્ટાર્સે બપ્પી લેહરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Bappi Lahiri Last Rites : બપ્પી લહેરીનો પાર્થિવ દેહ આજે પંચમહાભુતમાં વિલીન થશે, પાર્લે સ્મશાન ગૃહ ખાતે થશે અંતિમ સંસ્કાર
bappi-lehri (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:48 AM

ચાર દાયકા સુધી લોકોના દિલ પર રાજ કરનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી (Bappi Lahiri) હવે આપણી વચ્ચે નથી. ભારતના ડિસ્કો કિંગ બપ્પી લેહરીનું 15 ફેબ્રુઆરી મંગળવારે 69 વર્ષની વયે અવસાન થયું. મૃત્યુના સમાચાર સાંભળીને લોકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે આવું ખરેખર બન્યું છે, આ સત્યને કોઇ નકારી ના શકાય. પહેલા લતા મંગેશકર અને પછી બપ્પી લહેરી બંનેના મૃત્યુમાં 10 દિવસનું પણ અંતર નથી. આજે બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એક નિવેદનમાં તેમના પરિવારે જણાવ્યું હતું કે ગાયકના અંતિમ સંસ્કાર (Last Rites) ગુરુવારે તેમના પુત્ર બપ્પાના આગમન પછી કરવામાં આવશે, જે લોસ એન્જલસથી આવી રહ્યા છે.

ગાયકના અંતિમ સંસ્કાર સવારે 9 વાગ્યે શરૂ થશે. તેમના મૃતદેહને તેમના ઘરેથી વિલે પાર્લેના સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે જેથી તેમના મિત્રો અને પરિવારજનો તેમને અંતિમ વિદાય આપી શકે. અંતિમ સંસ્કાર બાદ ગાયકના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યે અગ્નિદાહ આપવામાં આવશે.

બપ્પી લહેરી એક મહિનાથી હતા બીમાર

અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ને કારણે પીઢ ગાયકનું મધ્યરાત્રિના અવસાન થયું. ડૉ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “તેમને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડતાં પરિવારજનોએ ડૉક્ટરને તેમના ઘરે બોલાવ્યા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જ્યારથી તેમના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ડેપ્યુટી સીએમ અજિત પવાર, સરકારના ટોચના નેતાઓ, વિપક્ષના ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને પ્રવીણ દારેકર અને જેવા ઘણા ટોચના રાજકારણીઓએ લહેરીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અક્ષય કુમારથી લઈને અજય દેવગણ, અનુપમ ખેરથી લઈને રાકેશ રોશન અને બીજા ઘણા બધા સ્ટાર્સ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરર્યો હતો અને તેમની પ્રિય યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઘણા લોકોએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બપ્પી લહેરીની લગભગ એક મહિનાથી બીમાર હતા.તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી, પરંતુ એક દિવસ બાદ અચાનક તેમની તબિયત બગડવાના કારણે તેમનો પરિવાર પરેશાન થઈ ગયો હતો અને બાદમા મંગળવારે રાત્રે જ તેમનું અવસાન થયું અને 16 ફેબ્રુઆરીની સવારે લોકોને આ સમાચાર મળ્યા.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ

આ પણ વાંચો :સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ

g clip-path="url(#clip0_868_265)">