Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 હતી.
જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir ) કટરામાં (Katra) ભૂકંપ (earthquake) આવ્યો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ આજે સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં નોંધાયુ છે. તેની તીવ્રતા 3.5 હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલ બુધવારે સવારે 5.45 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા પણ ઘણી ઓછી હતી. રિક્ટર સ્કેલ મુજબ તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.
An earthquake of magnitude 3.5 occurred 84 km East of Katra, Jammu and Kashmir at around 3.02 am today, as per National Center for Seismology.
— ANI (@ANI) February 16, 2022
અગાઉ 5 ફેબ્રુઆરીએ, જમ્મુ અને કાશ્મીરમાં સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા આ બે ભૂકંપ કરતા ઘણી વધારે હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂકંપની સ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ ફોન પર વાત કરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 હતી અને આ આંચકા સવારે 9.45 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.
લોકો ઘરની બહાર નીકળી ગયા
5 ફેબ્રુઆરીએ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાનની સરહદ પાસે હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબમાં ઘણી જગ્યાએ લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા
આ પણ વાંચોઃ Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ