સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ

આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા જોવા મળે છે. એવું જ એક કારણ માથા પર સેંથો પૂરવાનું અર્થાત સિંદુર ધારણ કરવાનું પણ છે. દરેક પરિણીત સ્ત્રી સિંદુર ધારણ કરે છે પણ તમે જાણો છો કે તેની પાછળ કયા કારણો છુપાયેલા છે ?

સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ
સિંદુર
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:18 AM

આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા જોવા મળે છે. હિન્દુ ધર્મમાં દર્શાવાયુ છે કે લગ્નની વિધિ દરમ્યાન સ્ત્રીની માંગમાં સિંદુર (sindoor) પૂરવામાં આવે છે, અને સ્ત્રી મંગળસૂત્ર ધારણ કરે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ આ કાર્ય કેમ કરે છે ? આ પરંપરાની પાછળ કયા છે વૈજ્ઞાનિક કારણો ? તો ચાલો આજે તમને આપીએ આ તમામ સવાલોના જવાબ.

હિન્દુ ધર્મમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરીણિત સ્ત્રીના 16 શ્રુંગારમાંથી એક સિંદૂર તેના અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની છે. કહેવામાં આવે છે કે માંગમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીના કપાળ પર રહેલું સિંદુર એ સ્ત્રીની પરિણીત હોવાની નિશાની છે. સ્ત્રીના અખંડ સૌભાગ્યની નિશાની છે.કેટલીક સ્ત્રી તેને પરંપરા માને છે કેટલીક સ્ત્રી તેને રિવાજ માને છે તો કેટલીક સ્ત્રી એ વિશ્વાસ સાથે સિંદુર ધારણ કરે છે કે તેનાથી તેના પતિની રક્ષા થશે અને તેનું સૌભાગ્યને અખંડ રહેશે.

સિંદુર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ જાણીએ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા જોવા મળે છે. એવું જ એક કારણ માથા પર સેંથો પૂરવાનું અર્થાત સિંદુર ધારણ કરવાનું પણ છે. જે સ્થાન પર સિંદુર ધારણ કરાય છે તે વચ્ચેના ભાગ પર એક ગ્રંથિ હોય છે, જેને આપણે બ્રહ્મારંધ્ર કહીએ છીએ. તે સ્થાન ખુબ જ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. તેથી તે સ્થાન પર જો સિંદુર લગાવાય તો સ્ત્રીનો તણાવ ઓછો થાય અને સાથે જ મગજ સાથે જોડાયેલી ગંભીર બિમારી થવાની સંભાવના પણ નહિવત્ થઈ જાય છે. સિંદુર ધારણ કરવાથી સ્ત્રીઓમાં માનસિક રોગ થવાની શક્યતા ઘટી જાય છે.

માનવામાં આવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ સેંથો લગાવવાનું સ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે. સિંદૂરમાં પારો હોય છે, જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા કંટ્રોલ થાય છે. આનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો, અનિંદ્રા અને અન્ય મગજને લગતા રોગ પણ દૂર થાય છે. સિંદુરમાં પારા નામની ધાતુ હોવાથી સ્ત્રીના ચહેરા પર જલદીથી કરચલી પણ નથી થતી. એટલે કે સિંદુર ધારણ કરવાથી સ્ત્રીના ચહેરા પર ઉંમર નથી દેખાતી એટલે કે સિંદુરના ધારણ કરવાના મનોવૈજ્ઞાનિક કારણો પણ ઘણા છે.

સિંદુર લગાવવાનું ધાર્મિક કારણ જાણીએ

એવું કહેવામાં આવે છે કે સિંદુર સંબંધિત ઉલ્લેખ રામાયણમાં પણ છે. માતા સીતા પણ સિંદુર ધારણ કરતા હતા તેવી એક માન્યતા છે. એકવાર હનુમાનજીએ માતા સીતાને પુછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? તો તેમણે કહ્યું કે, આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે માતા પાર્વતી પોતે સિંદુર ધારણ કરનારી મહિલાઓના પતિની રક્ષા કરે છે અને તમામ ખરાબ શક્તિઓથી સ્ત્રીના સૌભાગ્યને બચાવે છે.

સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખે છે. તો માન્યતા તો એવી પણ છે કે જે સ્ત્રી નિયમિત સિંદુર ધારણ કરે છે તેના પતિનું ક્યારેય અકાળે અવસાન નથી થતું. સિંદુરને માતા લક્ષ્મીનું પણ પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મી સ્ત્રીના માથા પર જ્યાં સિંદુર ધારણ કરવામાં આવે છે ત્યાં સ્થાન ગ્રહણ કરે છે. જે સ્ત્રી નિયમિત સિંદુર લગાવે છે તેમના ઘરમાં કાયમી સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સનાતન પરંપરામાં શિવલિંગની પૂજાનું શું છે મહત્વ, જાણો તેને લગતા સરળ ઉપાય

આ પણ વાંચો : ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">