આ બાબતે જીતેન્દ્ર હતા અમિતાભથી પણ શ્રેષ્ઠ: રીના રોયે Indian Idol 12 માં કર્યો ચોંકાવનારો ખુલાશો
આજ સુધી તમે સમયે કામ કરવાની બાબતે અમિતાભના વખાણ સાંભળ્યા હશે. પરંતુ આ વખતે ઇન્ડિયન આઈડલના મંચ પર રીના રોયે જીતેન્દ્રના વખાણ કર્યા છે. ચાલો જાણીએ શું કહ્યું તેમણે.
ટેલિવિઝન શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) માં દર અઠવાડિયાની જેમ આ વીકએન્ડમાં પણ ખાસ ગેસ્ટ આવવાના છે. આ સપ્તાહના અંતમાં અલ્ટીમેટ ડિસ્કો કિંગ બપ્પી લેહરી (Bappi Lehri) અને બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રીના રોય (Reena Roy) જોવા મળશે. આ દિવસે દરેક સ્પર્ધકો આ સ્ટાર્સને ચાર્ટબસ્ટર હિટ્સ સોન્ગ્સ સંભળાવશે અને તેમને ટ્રીબ્યુટ આપશે.
આ એપિસોડમાં, લોકપ્રિય સ્પર્ધક દાનિશ ખાન રીના રોયનું ફેમસ ગીત ‘આદમી મુસાફિર હૈ, આતા હૈ જાટા હૈ’ ગાઇને સૌના દિલ જીતવા પ્રયત્ન કરશે. આ સોંગ પર રીના રોયનું રિએક્શન જોવું રહ્યું. પ્રોમોના વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે રીનાએ આ ગીત બાદ શૂટિંગના દિવસોની કેટલીક વાતો કરી. અને કહ્યું કે, “દાનિશ તમે આ ગીત ખૂબ જ સુંદર રીતે રજુ કર્યું છે. આવી જ રીતે તમારા કામને શરુ રાખો. તમારા ગીતે મને જૂના દિવસોની યાદ અપાવી દીધી.”
શું કહ્યું જીતેન્દ્ર વિશે?
રીના રોયે જણાવ્યું કે “આ ગીતનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે અને અમે બધા એક મહિના સુધી તેનું શૂટિંગ પૂર્ણ કરવા માટે આ શહેરમાં રહ્યા હતા. તે સમયે ક્રૂના મોટાભાગના સભ્યો તેમના બાળકોને સેટ પર લાવ્યા હતા અને પેકઅપ કર્યા પછી અમે સાથે રમતો રમતા અને રાત્રિના સાત વાગ્યા સુધીમાં અમારું ડિનર પૂરું કરી લેતા. ”
જીતેન્દ્રની સમયની પાબંદીને લઈને રીમાએ કહ્યું કે, “જીતેન્દ્ર જી (Jeetendra ) સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ જીની જેમ મોટાભાગની ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહ્યા છે. મારે કહેવું જ જોઇએ કે મેં ક્યારેય અભિનેતા, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જીને જિતેન્દ્ર જી જેટલા સમયના પાબંદ નથી જોયા. ” જાહેર છે કે સમય પર કામ થવાની બાબતે અમિતાભ બચ્ચનના ખુબ વખાણ થતા રહે છે.
રીના રોય વધુમાં કહે છે, “મને હજી યાદ છે કે જ્યારે પણ અમારું શૂટિંગ સવારે હોતું હતું ત્યારે જીતુ જી બધાને સવારે 5 વાગ્યે બોલાવતા હતા અને ખાતરી કરતા હતા કે અમે શક્ય તેટલી વહેલી તકે શૂટ માટે તૈયાર થઈ જઈએ. ઘણી વાર અમે સમય પહેલાં જ શૂટિંગ પૂર્ણ કરી લેતા. જીતુ જી સાથે કામ કરવાનું હંમેશાં શ્રેષ્ઠ રહ્યું છે અને હું તેમના જોશ અને ઉત્સાહને પ્રેમ કરું છું, જે આપણને બધાને પ્રેરણા આપે છે. ”
આ પણ વાંચો: રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો, 27 જુલાઈ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં