OMG : ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યો હતો આ ચોર, પણ ખિચડી બનાવવાના ચક્કરમાં થયો જેલ હવાલે
આસામ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે. તેમણે લખ્યુ કે, 'ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતા, ચોરી દરમિયાન ખીચડી રાંધવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.'
Assam : આસામ રાજ્યમાં ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગુવાહાટી પોલીસે (Guwahati Police) સ્થાનિક લોકોની મદદથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી જે કિંમતી સામાનની ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. આસામ પોલીસે (Assam Police) મંગળવારે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી અને ચોરની ધરપકડની પુષ્ટિ પણ કરી હતી. ચોરીનો આ અનોખો કિસ્સો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
ચોરીનો વિચિત્ર કિસ્સો…!
ગુવાહાટી શહેરના પોલીસ કમિશનર હરમિત સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, “આ ઘટના ગુવાહાટી શહેરના દિસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.” જ્યારે ગુવાહાટી પોલીસે આ મામલે જણાવ્યુ કે તે વ્યક્તિ હેંગરાબારી વિસ્તારમાં આવેલા એક ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ ચોરી દરમિયાન તેણે ઘરના રસોડામાં ખીચડી રાંધવાનું શરૂ કર્યું, જેના કારણે સ્થાનિક લોકો જાગૃત થયા અને ચોરને રંગે હાથે પકડીને પોલીસને હવાલે કર્યો.
ચોરી દરમિયાન ખીચડીથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે
આ અંગે આસામ પોલીસે તેના ઓફિશિયલ ટ્વિટ પર લખ્યુ કે, ચોરીનો વિચિત્ર કિસ્સો ! ખીચડીના ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં, ચોરીના પ્રયાસ દરમિયાન ખીચડી રાંધવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. હાલ ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે અને તેને હવે ગરમ ભોજન પીરસવામાં આવશે.
The curious case of a cereal burglar!
Despite its many health benefits, turns out, cooking Khichdi during a burglary attempt can be injurious to your well being.
The burglar has been arrested and @GuwahatiPol is serving him some hot meals. pic.twitter.com/ehLKIgqcZr
— Assam Police (@assampolice) January 11, 2022
યુઝર્સ આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા
આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યુ છે. યુઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે,ચોરને ચોરી દરમિયાન ખુબ ભુખ લાગી હશે,જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે ચોરી દરમિયાન ચોર ઓનલાઈન જ ઓર્ડર કરી લેશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જેનું નામ જ નથી, જાણો તેના પાછળની કહાણી