Video : પરીક્ષામાં ચોરી કરવા આ વિદ્યાર્થીએ લગાવ્યુ ગજબનુ દિમાગ, આ જુગાડ જોઈને તમને પણ હસવુ આવશે
એક શાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વિદ્યાર્થી જે રીતે પરીક્ષામાં ચોરી કરી રહ્યો છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને લોકો પણ આશ્વર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે કેટલાક વિદ્યાર્થીઓનુ(Student) ભણવામાં મન લાગતુ નથી,પરંતુ જ્યારે પરીક્ષા(Exam) આવે ત્યારે તે ભણ્યા વગર પરીક્ષા પાસ કરવાની કોશિશ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં એક વિદ્યાર્થી પરીક્ષા પાસ કરવા જે દિમાગ લગાવે છે,તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો.
જુગાડ જોઈને લોકો હેરાન રહી ગયા
કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ફરી એકવાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવુ જરૂરી બની ગયુ છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે આ માસ્કનો ખોટો ઉપયોગ કરે છે. આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક છોકરો જે રીતે માસ્કની મદદથી પરીક્ષામાં ચોરી કરી રહ્યો છે.તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
જુઓ વીડિયો
View this post on Instagram
રમુજી વીડિયો થયો વાયરલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે એકસાથે બેઠા છે , પરંતુ તેમાંથી એક વિદ્યાર્થી કોપી કરવા માટે કંઈક એવુ કરે છે. જેને જોઈને તમારૂ માથુ ચક્કરાઈ જશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ વિદ્યાર્થીએ માસ્કમાંથી જોઈને પ્રશ્નોના જવાબો લખી રહ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ghanta નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ ચોરી જોઈને હેરાન છુ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ શું જુગાડ કર્યો છે.
આ પણ વાંચો : VIDEO : મિત્રને ઝૂલાવવાના ચક્કરમાં મરતા-મરતા બચ્યો આ યુવક, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ