Gujarati NewsNationalViral Video of Brothers separated during partition reunited at Kartarpur Corridor
Emotional Video: દેશના ભાગલા સમયે વિખુટા પડેલા ભાઈઓનું 74 વર્ષે ભરત મિલાપ, Kartarpur Corridor ખાતે સર્જાયા ભાવવહી દ્રશ્યો
74 વર્ષ પહેલાં થયેલા ભારતના ભાગલા (India Partition) દરમિયાન છૂટા પડેલા બે ભાઈઓનું પાકિસ્તાનમાં કરતારપુર (Kartarpur) સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ (Gurdwara Darbar Sahib) પાસે મિલન થયું હતું
પાકિસ્તાનમાં કરતારપુર (Kartarpur) સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ (Gurdwara Darbar Sahib) પાસે બે પાઘડીધારી વડીલો એકબીજાને ગળે મળ્યા અને પીઠ થપથપાવવા લાગ્યા. બંનેની આંખોમાંથી આંસુ ઝરી રહ્યા હતા પણ તે ખુશીના આંસુ હતા જેની 74 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. તે બે વૃદ્ધ ભાઈઓનું મિલન(Brothers reunited) હતું જે 74 વર્ષ પહેલાં થયેલા ભારતના ભાગલા (India Partition) દરમિયાન છૂટા પડી ગયા હતા. અનેક વાર એવું જોવા મળ્યું છે કે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની મદદથી વર્ષોથી વિખૂટા પડેલ સંબંધીઓ, મિત્રોનું મિલન થતું હોય છે ક્ષણ એટલી ભાવનાત્મક હતી કે ભક્તોનો સમૂહ કરતારપુર સાહિબે પોતાની જગ્યા પર થોડા સમય માટે થંભી ગયો હતો
In Search of Lost Time:
Two brothers separated in 1947 during India-Pak partition reunite at Kartarpur Sahib after 74 years.
આછા બદામી રંગની પાઘડીધારી ભાઈએ કહ્યું, ‘મિલ તા ગયે… (આખરે આપણે મળી જ ગયા).’ ભારતથી આવેલ મુહમ્મદ હબીબ ઉર્ફે શૈલા અને પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં રહેતા તેના ભાઈ મુહમ્મદ સિદ્દીકની આટલા વર્ષો પછી થયેલી મુલાકાતે ખરેખર ઘણાની આંખો ભીની કરી દીધી. સોશિયલ મીડિયાની(Social Media) મદદથી, હબીબના પરિવારે તેમના ભાઈને શોધી કાઢ્યા અને ભારતીયો માટે કરતારપુર બોર્ડર (Kartarpur Border) ખોલતાની સાથે જ મળવાનું આયોજન કર્યું.
હબીબે જણાવ્યું કે તેના ભાઈએ લગ્ન નથી કર્યા અને આખી જીંદગી તેની માતાની સેવામાં વિતાવી દીધી છે. તેમનું મળવું માત્ર પુનઃમિલન ન હતું. પંજાબના (Punjab) હોશિયારપુર જિલ્લાની સુનીતા દેવી પણ પાકિસ્તાનમાં પોતાના સંબંધીઓને મળવા સરહદ પાર ગઈ હતી. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે તેમના પિતાએ અહીં રહેવાનું નક્કી કર્યું જ્યારે તેમના ભાઈ ફૈસલાબાદમાં સ્થાયી થયા.
કરતારપુર કોરિડોર ખાતે કેટલાક ઓનલાઈન મિત્રો પણ મળ્યા છે. અમૃતસરના જતિન્દર સિંહે પ્રાર્થના કરવાની સાથે સાથે તેમના પ્રેમને મળવા માટે કોરિડોર પાર કર્યો હતો. તે તેમની ફેસબુક ગર્લફ્રેન્ડને મળ્યો જે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં અનુસ્નાતકની વિદ્યાર્થિની છે. એ જ રીતે હરિયાણાની મનજીત કૌર પણ પાકિસ્તાનના તેના ફેસબુક ફ્રેન્ડ અવૈસ મુખ્તારને કરતારપૂર કોરિડોરે મળી હતી. જોકે, શંકાસ્પદ રીતે પરિસરમાં ફરતા હોવાનું કારણ આપીને પાકિસ્તાની રેન્જરે બંનેને પરત મોકલી દીધા હતા.
ભાવનાત્મક દ્રશ્યો જોઈને કોરિડોરના અધિકારીઓની આંખો પણ ભરાઈ ગઈ હતી. પાકિસ્તાનની સરકારી એજન્સી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઈઓ મોહમ્મદ લતીફે જણાવ્યું કે, હું મારા સ્ટાફ સાથે નિયમિત મુલાકાતે કરતારપુરમાં હતો, લોકોને ગળે મળતા અને રડતા જોવું હૃદયસ્પર્શી હતું.