કલાકારની અદ્ભૂત કળાએ માણસોને બનાવ્યા પ્રાણી, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો સુંદર કળાનો વીડિયો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya

Updated on: Dec 10, 2022 | 7:25 PM

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક ટેલેન્ટ શોનો છે. જે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. શો દરમિયાન સ્ટેજ પર જંગલ જેવો સીન બતાવવામાં આવી રહ્યો છે.

કલાકારની અદ્ભૂત કળાએ માણસોને બનાવ્યા પ્રાણી, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો સુંદર કળાનો વીડિયો
Amazing Viral Video
Image Credit source: Twitter

કલાકારના હાથમાં એવો જાદુ હોય છે કે તે અદ્ભૂત કળાથી તમને આશ્ચર્યચકિત કરી શકે છે. કલાકારો રંગો અને પીંછીઓ સાથે એવી રચના કરે છે કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આવો જ એક વીડિયો શેર કર્યો જેમાં કલાકારની કળા જોઈને તમે સ્તબ્ધ રહી જશો. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક ટેલેન્ટ શોનો છે. જે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

શો દરમિયાન સ્ટેજ પર જંગલ જેવો સીન બતાવવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ પ્રકારના જીવોની આકૃતિ બનાવવામાં આવે છે. જેનો ક્લોઝ અપ શોટ પણ બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે તેનાથી ઘણું અલગ છે. જંગલ શોમાં જોવા મળતું એક પણ પ્રાણી વાસ્તવિક નથી. આ બધા માણસો છે, જેમને કલાકારે પોતાની કલાના બળ પર આટલું સુંદર રૂપ આપ્યું છે.

માણસો બન્યા છે પ્રાણીઓ

શોમાં જોવા મળેલા માણસોને પ્રાણીઓનું આ સ્વરૂપ આપનાર કલાકારનું નામ જોહાન્સ સ્ટોટર છે. જે ઈટાલીના પ્રખ્યાત બોડી પેઈન્ટર છે. તેમણે ચિત્રકળાના બળ પર મનુષ્યને પશુઓમાં પરિવર્તિત કર્યો. જેને એક નજરમાં સમજવું કોઈપણ માટે સરળ નથી. જે પ્રાણીઓને શોના નિર્ણાયકો લાંબા સમય સુધી એનિમેટેડ માનતા હતા તેઓ અચાનક સ્ટેજ પર માણસ બનીને ઊભા થઈ ગયા અને તેમની આંખો પહોળી થઈ ગઈ.

આ શોમાં સૌ પ્રથમ ઘુવડ, પછી બાજ, વાંદરો, સિંહ અને તે પછી સૌથી અદભૂત વાઘ હતો જેને 4 મોડલ દ્વારા બધાની સામે દેખાડવામાં આવતા દર્શકો દંગ રહી ગયા હતા. આર્ટિસ્ટ સ્ટૉર્ટરનું આ આર્ટવર્ક કોઈ ઓપ્ટિકલ ઈલ્યુઝનથી ઓછું નથી.

પ્રખ્યાત બોડીપેઈન્ટરની આર્ટવર્ક છે ગજબ

જોહાન્સ સ્ટોટર, એક ઇટાલિયન બોડી પેઇન્ટર છે. જે બોડી પેઈન્ટ વડે પ્રાણીઓની દુનિયા બનાવવામાં માહેર છે. પોતાની અતુલ્ય પ્રતિભાના આધારે તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. 2020 માં, ફ્રાન્સ યુ હેવ એક્સ્ટ્રીમ ટેલેન્ટનો સ્પર્ધક રહ્યા છે.

જોહાન્સની ખાસિયત એ છે કે તેને કેનવાસ પર પેઇન્ટિંગ પસંદ નથી. તેના બદલે, તેઓ તેમના કલા કાર્ય માટે કેનવાસ તરીકે જીવંત માનવોનો ઉપયોગ કરે છે. જોહાન્સની બોડીપેઈન્ટીંગ આર્ટવર્કનો હિસ્સો પણ ઘણા પ્રખ્યાત મોડલ બની ગયા છે. હાલમાં આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને 3.55 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati