AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Nora Dance Video : અક્ષય કુમારે નોરા સાથે સ્ટેજ પર લગાવી આગ, Oo Antava નું બતાવ્યું નવું વર્ઝન

Akshay Nora Dance Video : The Entertainers Tour નો અક્ષય કુમાર અને નોરા ફતેહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ જોડી તેમના સિઝલિંગ ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવી રહી છે. બંનેએ Oo Antava પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

Akshay Nora Dance Video : અક્ષય કુમારે નોરા સાથે સ્ટેજ પર લગાવી આગ, Oo Antava નું બતાવ્યું નવું વર્ઝન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 8:22 AM
Share

Akshay Kumar Nora Fatehi Oo Antava Dance : બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર આજકાલ અમેરિકામાં તેની ‘The Entertainers Tour ‘ના કારણે ચર્ચામાં છે. આ પ્રવાસના ઘણા વીડિયો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. આ ટૂરમાં અક્ષયની સાથે અભિનેત્રી નોરા ફતેહી, સોનમ બાજવા, દિશા પટની અને મૌની રોય પણ સામેલ હતી. હવે અક્ષય અને નોરા ફતેહીનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાહકો બંનેના શાનદાર ડાન્સ પર ગાંડા થઈ રહ્યા છે. વીડિયોમાં અક્ષય અને નોરા પુષ્પા ફિલ્મના સુપરહિટ ગીત ‘Oo Antava’ પર ડાન્સ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : નોરા ફતેહી એ કલોઝિંગ સેરેમનીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, ભવ્ય કલોઝિંગ સેરેમની થઈ સમાપ્ત

અક્ષય નોરાનો સિઝલિંગ ડાન્સ

વીડિયોમાં અક્ષય કુમાર નોરા ફતેહી સાથે સિઝલિંગ ડાન્સ મૂવ્સ કરી રહ્યો છે. બંને કલાકારોની શાનદાર કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. આ વીડિયોમાં ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઓઓ અંટાવા’નો નવો અવતાર જોવા મળ્યો હતો. અક્ષય અને નોરાના આકર્ષક ડાન્સે સ્ટેજને આગ લગાવી દીધી હતી. નોરા ફતેહીના લુકની વાત કરીએ તો નોરાએ નારંગી રંગનો ડ્રેસ પહેર્યો છે અને અક્ષયે પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. બંનેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

‘ઓ અંટાવા’નો નવો અવતાર

વીડિયોમાં અક્ષય કુમાર હંમેશની જેમ સંપૂર્ણ એનર્જી સાથે જોવા મળી રહ્યો છે. બીજી તરફ નોરા પણ એનર્જી અને ડાન્સના મામલે અક્ષયને ટક્કર આપી રહી છે. બંનેએ તેમના ગળામાં મેરીગોલ્ડના ફૂલોની માળા પહેરી છે. નોરાનો લુક જોઈને તમને ઝીનત અમાન યાદ આવી જશે. તે જ સમયે અક્ષય કુમાર મોંમાં સિગારેટ જેવું કંઈક દબાવીને મસ્તીમાં ડાન્સ કરી રહ્યો છે. જો કે કેટલાક લોકો આ રીતે ડાન્સ કરવા માટે અક્ષયને ટ્રોલ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો યુએસના ડલ્લાસ શહેરનો છે જ્યાં એન્ટરટેઈનર્સ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસના ઘણા વીડિયો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. નોરા અને અક્ષયનો બેલી ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે, પરંતુ લોકો અક્ષય અને નોરાના આ ડાન્સ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">